બહાર સુવા બાબતે પોતાના મંગેતર સાથે મોબાઈલ ફોનમાં ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં ઝેર પી લીધું
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન માં રહેતી ૨૪ વર્ષ ની દેવીપુજક યુવતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. પોતાના મંગેતર સાથે બહાર સુવાના મામલે મોબાઈલ ફોનમાં ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં ઝેર પી લઇ મોતની સોડ તાણી લીધી છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ કોટડા સાંગાણી ની વતની અને હાલ કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેતી હેતલબેન ધનાભાઈ વાઘેલા નામની ૨૪ વર્ષીય દેવીપુજક યુવતીએ ગત ૧૦મી તારીખે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર હેતલબેન કે જેની સગાઈ થઈ ગઈ છે, અને તેણીના મંગેતર સાથે બનાવના બે દિવસ પહેલાં રાત્રિના બહાર સુવા બાબતે મોબાઈલ ફોનમાં બોલાચાલી થઈ હતી, તેથી તેણીને મનમાં લાગી આવતાં ઝેર પી લઇ આપઘાત નો પ્રયાસ કર્યો હતો, અને સારવારમાં તેણીએ દમ તોડી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMજલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
February 24, 2025 11:43 AMવેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે કારની ઠોકરે પ્રૌઢનું મોત
February 24, 2025 11:40 AMRTE (ફ્રી શિક્ષણ) ના વર્ષ ૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવાનું હેલ્પ સેન્ટર
February 24, 2025 11:39 AMરાજકોટ નજીક પડવલા અને ખોખડદળ વચ્ચેના રસ્તા પર ટેન્કરે પલટી મારી, સદનસીબે કોઈ જાનહાની નહીં
February 24, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech