તહેવારોની સિઝનમાં દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેની ત્વચા ચમકદાર દેખાય. ત્યારે કેટલીક સ્ત્રીઓ મેકઅપની મદદ લે છે. ત્વચા પર રહેલા ડાઘ અને નિસ્તેજ ત્વચા સંપૂર્ણપણે મેકઅપ દ્વારા છુપાવે છે પરંતુ મેકઅપ લાંબો સમય ટકી શકતો નથી. ઘણી વખત મેરીડીયનને કારણે ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
મેકઅપ વગર પણ ગ્લોઈંગ સ્કિન મેળવી શકાય છે. આ માટે હેલ્ધી સ્કિન કેરનું નિયમિતતાથી પાલન કરવું મહત્વપૂર્ણ છે. જાણો નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી કેટલીક પ્રો-ટિપ્સ જેને અનુસરીને મેકઅપ વિના પણ સુંદર ત્વચા મેળવી શકો છો.
ક્લીન્સીંગ કરો
ચહેરાની ત્વચાને ધૂળ અને ગંદકીથી બચાવવી ખૂબ જ જરૂરી છે. પ્રદૂષણ અને વધારાનું તેલ ત્વચાને નિસ્તેજ બનાવી શકે છે. આ માટે ત્વચાને ક્લીન કરો. ત્વચાના પ્રકાર અનુસાર સારા ફેસવોશનો ઉપયોગ કરો. ઓઈલી ત્વચા ધરાવતા લોકો જેલ આધારિત ક્લીંઝરનો ઉપયોગ કરી શકે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ સલ્ફેટ ફ્રી ક્લીંઝરનો ઉપયોગ કરવો જોઈએ.
હાઇડ્રેશન જરૂરી
તેજસ્વી ત્વચા મેળવવા માટે હાઇડ્રેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવો. આ માટે હાયલ્યુરોનિક એસિડ સાથે મોઇશ્ચરાઇઝર્સ પસંદ કરી શકો છો પરંતુ ત્વચાને માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ હાઇડ્રેશનની જરૂર હોય છે. આ માટે દરરોજ પુષ્કળ પાણી પીવો.
સનસ્ક્રીન ન ભૂલવું
ત્વચાને સૌથી વધુ નુકસાન સૂર્યના યુવી કિરણોને કારણે થાય છે. ત્યારે ત્વચાને સૂર્યના યુવી કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન લગાવવાનું શરૂ કરો. નિષ્ણાતો કહે છે કે ઓછામાં ઓછા 30 SPF સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
આ પ્રો ટીપ્સ પણ ઉપયોગી થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech