BREAKING NEWS

વૈશ્વિક રાજકારણમાં ગરમાવો: અમેરિકી દૂતોને મળ્યા વગર જ ઈરાની વિદેશ મંત્રી પાકિસ્તાનથી રવાના

  • April 25, 2026 11:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફરી એકવાર મડાગાંઠ સર્જાઈ છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી શનિવારે સાંજે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી પરત ફર્યા છે. મહત્વની વાત એ છે કે, તેઓ ત્યાં હાજર રહેવાના હતા તેવા અમેરિકી અધિકારીઓને મળ્યા વગર જ રવાના થઈ ગયા છે. આ ઘટનાક્રમ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કડક વલણ અપનાવતા પોતાના દૂતોનો પાકિસ્તાન પ્રવાસ રદ કરી દીધો છે.


પાકિસ્તાનને ‘શરતો’ સોંપી
અબ્બાસ અરાઘચીએ પોતાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર સાથે લાંબી મુલાકાતો કરી હતી. ઈરાને અમેરિકા સાથે સીધી ટેબલ ટોક કરવાની મનાઈ કરી દીધી છે.
​​​​​​​

અમેરિકા સાથે મુલાકાત ટાળી

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘેઈએ સ્પષ્ટ કર્યું કે, ઈરાને પોતાની તમામ શરતો અને અમેરિકાની માંગણીઓ સામેના વાંધા પાકિસ્તાની નેતૃત્વને સોંપી દીધા છે. હવે પાકિસ્તાન જ આ સંદેશો અમેરિકા સુધી પહોંચાડશે. ઈરાને અમેરિકા સમક્ષ પોતાની સુરક્ષા અને હિતોને લઈને કડક શરતો મૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application