દરેક માતાપિતા તેમના સંતાનોના સુંદર નામ રાખવા માંગતા હોય છે. એ માટે તેઓ કેટલા સમયથી નામની યાદી પણ બનાવીને તૈયાર રાખતા હોય છે. કેટલાક તેમના બાળકોના નામ મહાન વ્યક્તિઓના નામ પરથી તો કેટલાક દેવી-દેવતાઓના નામ પરથી રાખતા હોય છે. ત્યારે ઘણીવાર એવું પણ સાંભળવા મળે છે કે કોઈ તેમના સંતાનના નામ ફેમસ અભિનેતા કે અભિનેત્રીના નામ પરથી રાખતા હોય છે. હાલમાં તો એવી પણ ફેશન બની ગઈ છે કે માતા-પિતાનું નામ જોડીને બાળકનું નામ રાખવામાં આવે.
નામ રાખતી વખતે એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે નામ અર્થપૂર્ણ હોય કારણકે વ્યક્તિના જીવનમાં નામનો ઘણો પ્રભાવ પડે છે. ત્યારે જો ઘરે કે આસપાસ કે મિત્રવર્તુળમાં કોઈ ઘરે દીકરીનો જન્મ થયો હોય તો તમે પણ કેટલાક નામ સજેસ્ટ કરી શકો છો. માતા સીતાના નામ પરથી દીકરીઓના નામ રાખી શકાય છે. કારણકે સીતાજી એક આદર્શ અને સશક્ત મહિલાનું ઉદાહરણ છે. આ દરેક નામ માતા સીતા સાથે સંબંધિત છે. જે ખૂબ જ સુંદર અને અર્થપૂર્ણ છે:
સિયા: આ માતા સીતાનું ખૂબ જ પ્રખ્યાત નામ છે. જો દીકરી માટે નાનું અને સુંદર નામ શોધી રહ્યા છો, તો આ નામ યોગ્ય રહેશે.
મૃણ્મયી: માતા સીતાને મૃણ્મયી પણ કહેવામાં આવે છે કારણ કે તેમનો જન્મ માટીની કુખેથી થયો હતો. આ એક ખૂબ જ અનોખું અને સુંદર નામ છે.
ક્ષિતિજા: આ પણ માતા સીતાના ઘણા નામોમાંનું એક છે. જો દીકરીને આધુનિક નામ આપવા માંગતા હો, તો આ નામ પસંદ કરી શકો છો.
વૈદેહી: આ પણ માતા સીતાનું ખૂબ જ લોકપ્રિય નામ છે. તેમને આ નામ એટલા માટે મળ્યું કારણ કે તે રાજા જનકના પુત્રી હતા.
મૈથિલી: રાજા જનકને મિથિલાના રાજા કહેવામાં આવતા હોવાથી, માતા સીતાનું એક નામ મૈથિલી પણ હતું.
પાર્થવી: જો દીકરીનું નામ 'પ' અક્ષરથી શરૂ થતું હોય, તો તેને માતા સીતા સંબંધિત આ નામ પણ આપી શકો છો. આ નામ પણ ખૂબ જ અનોખું અને સુંદર છે.
વાનિકા: માતા સીતાનું એક નામ વાનિકા પણ છે. જો એક સરળ અને સુંદર નામ શોધી રહ્યા છો, તો પ્રિય પુત્રીને આપી શકો છો આ નામ.
ભૂમિજા: માતા સીતાને ભૂમિજા તરીકે પણ ઓળખવામાં આવતા હતા કારણ કે તેમનો જન્મ ધરતી માતાના ગર્ભમાંથી થયો હતો.
જનકનંદિની: રાજા જનકના પુત્રી હોવાને કારણે, દેવી સીતાને જનકનંદિની પણ કહેવામાં આવે છે. જો થોડા લાંબા નામ ગમતા હોય તો આ નામ પસંદ કરી શકો છો.
આલોકિની: દેવી સીતાના આ નામનો અર્થ થાય છે કે જે ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે.
લાક્ષકી: આ નામનો અર્થ દેવી સીતા થાય છે. જો દીકરીને એક અનોખું નામ આપવા માંગતા હો, તો આ નામ પસંદ કરી શકો છો.
દેવાંશી: જો દીકરીનું નામ 'દ' અક્ષરથી શરૂ થાય છે, તો તેને દેવી સીતા સાથે સંકળાયેલ આ સુંદર નામ આપી શકો છો.
સીતાંશી: સીતાંશીનો અર્થ માતા સીતા જેવો થાય છે. જો પ્રિય દીકરીને તેના જેવી આદર્શ અને ગુણવાન બનાવવા માંગતા હો, તો તેને આ નામ આપી શકો છો.
લાવણ્યા: આ સુંદર નામ પણ દેવી સીતા સાથે સંકળાયેલું છે. આ તેમની સુંદરતાનું વર્ણન કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech