વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ અને એશિયાની સૌથી ઊંચાઈ પર ઉષા બ્રેકો કંપ્ની સંચાલિત ગિરનાર રોપવે કાર્યરત થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોપવેમાં બેસી અંબાજી દર્શન કરવા જાય છે.તેમાં પણ વરસાદ બાદ કુદરતી સૌંદર્યનો નજારો માણવા પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે.ગઈકાલે સાંજે લેન્ડિંગ બાદ રોપવેની ટ્રોલી ઊંચાઈ પર પહોંચ્યા બાદ અધવચ્ચે જ અટકી જતા્ ટ્રોલીમાં બેસેલા 11 પ્રવાસીઓના જીવ ઉચકાયા હતા. અંદાજિત 100 ફૂટ ઊંચાઈએ રોપવે બંધ થવાથી રોપવેનુ સંચાલન કરતી ઉષા બ્રેકો કંપ્ની દ્વારા ભવનાથ પોલીસ, ડિઝાસ્ટર, સહિતની ટીમને જાણ કરતા ગઈકાલે સાંજે તળેટી વિસ્તારમાં પોલીસ, મેડિકલ, એન ડી આર એફ, એસ ડી આર એફ સહિતની ટીમ પ્રવાસીઓને બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી.
રોપ વે સાઈટ ના રસ્તે એમ્બ્યુલન્સ, ફાયર અને પોલીસ ના વાહનો ના અવાજોથી લોકોમાં અચરજ ફેલાઈ હતી. ઉષા બ્રેકો સંચાલિત રોપવેમાં ગઈકાલે એકાએક ટેકનીકલ ફોલ્ટ આવતા ઊંચાઈ પર જ રોપવે અટકી ગયો હતો. જેથી પ્રવાસીઓના જીવ ઉચકાયા હતા.ઉષા બ્રેકો કંપ્નીના મેનેજર કુલબીર સિંઘ બેદીએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી.જેથી ઘટના સ્થળે ડિઝાસ્ટર, પોલીસ, મામલતદાર, વન વિભાગ,સિવિલ સર્જન, મેડિકલ ઓફિસર,108 એમ્બ્યુલન્સ, સહિતનો કાફલો પહોંચી ગયો હતો.ઊંચાઈના કારણે રેસ્ક્યુ મુશ્કેલ હોવાથી તંત્ર દ્વારા એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને પણ તાબડતોબ બોલાવી હતી.ટીમો દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઊંચાઈ પર લટકતા રોપવે સુધી પહોંચ્યા હતા અને ટ્રોલીમાં ફસાયેલા પ્રવાસીઓને દોરડા અને લાઈફ જેકેટ વડે સલામત બહાર કાઢ્યા હતા.અને 108 એમ્બ્યુલન્સમાં આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી ઓક્સિજન આપી સારવાર કરવામાં આવી હતી. જોકે સમગ્ર રેસ્ક્યુ અને બચાવ અભિયાન મોકડ્રીલ હોવાનું અંતે ખુલતા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ડિઝાસ્ટર મામલતદાર ખ્રિસ્તી, ક્રુતુ ત્રિવેદીના જણાવ્યા મુજબ ગિરનાર રોપ વે સૌથી ઊંચાઈ પર આવેલો રોપવે છે.જેથી આકસ્મિક બનાવ બને તો બચાવ કામગીરી માટે વિવિધ વિભાગો કેટલા સક્રિય છે તે માટે રોપ વેમાં દિલ ધડક મોકડ્રિલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech