ગિરનાર આંબવા ૨૨ જિલ્લાના ૧૨૦૭ સ્પર્ધકોમાં થનગનાટ

  • November 30, 2024 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવાઓના જોમ અને જુસ્સાને દર્શાવતી  ગિરનાર આરોપણ અવરોહણ સ્પર્ધા ૫ જાન્યુઆરીના યોજાશે.૩૯મી રાય કક્ષાની સ્પર્ધામા ૨૨ જિલ્લ ાના ૧૨૦૭ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩૬ સ્પર્ધાકોનો વધારો થયો છે.સૌથી વધુ જૂનાગઢ જિલ્લ ામાંથી ૫૦૯ સ્પર્ધકો નોંધાયા છે.
યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા નવા વર્ષના પ્રથમ સાહમાં તા.૫ જાન્યુઆરીના રવિવારે  રાય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુલાબી ઠંડીમાં ગિરનાર સર કરવા યુવાઓ દોટ લગાવશે.ભાઈઓ માટે ૫૫૦૦ પગથિયા અંબાજી મંદિર અને બહેનો માટે ૨૨૦૦ પગથીયા માળી પરબ સુધી યોજાતી સ્પર્ધામાં ભાગ લેવા યુવાઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે.૩૯મી રાયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધામાં ૨૨ જિલ્લ ાના ૧૨૦૭ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જુનિયર અને સિનિયર ભાઈઓ બહેનો એમ ચાર કેટેગરીમાં યોજાનારી સ્પર્ધામાં સિનિયર ભાઈઓ ૫૫૮, જુનિયર ભાઈઓ ૩૬૬, સિનિયર બહેનો ૧૪૯ અને જુનિયર બહેનો ૧૩૪ મળી કુલ ચારેય કેટેગરીમાં ૧૨૦૭ સ્પર્ધકો નોંધાયા છે.
ગત વર્ષે ૨૦ જિલ્લ ામાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વર્ષે દેવભૂમિ દ્રારકા અને પાટણ એમ બે જિલ્લ ાનો વધારો થયો છે. જૂનાગઢ જિલ્લ ામાંથી સૌથી વધુ ૫૦૯, ગીર સોમનાથમાં ૪૯૬, અમરેલી ૭૯, રાજકોટ ૩૭, ભાવનગર ૨૬, પોરબંદર ૯, આણદં અને મોરબી ૬–૬, અમદાવાદ, દાહોદ, સુરત સુરેન્દ્રનગર ,જામનગર માંથી ૫–૫, ગાંધીનગરમાં ૩, કચ્છ ભુજ ,મહેસાણા અને વડોદરામાંથી ૨–૨, બનાસકાંઠા, છોટાઉદેપુર, દેવભૂમિ દ્રારકા, પાટણ અને સાબરકાંઠામાં ૧–૧ મળી ચારેય કેટેગરીના ૧૨૦૭ સ્પર્ધકો નોંધાયા છે.ગત વર્ષે ૨૦ જિલ્લ ામાંથી ૧૧૭૧ સ્પર્ધકો નોંધાયા હતા. આ વર્ષે ૩૬ સ્પર્ધકોનો વધારો થયો છે. કલેકટર અનિલ રાણાવસીયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લ ાના મતગણત અધિકારી ગૌરાંગ નરે, અને જિલ્લ ા યુવા વિકાસ અધિકારી  વાળાના નિદર્શન હેઠળ તત્રં દ્રારા સ્પર્ધાની તૈયારીઓ શ કરવામાં આવી છે

ડોકયુમેન્ટના અભાવે ૭૬ સ્પર્ધકોના ફોર્મ રદ કરાયા
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં આ વર્ષે ૧૨૮૩ ફોર્મ આવ્યા હતા જેમાંથી ૭૬ સ્પર્ધકોના ફોર્મ ને ડોકયુમેન્ટના અભાવે રદ કરવામાં આવ્યા હતા.જેમાં વાલીનો કાગળ ના હોવો, સર્ટીફીકેટ ના જોડવું, એડ્રેસ ખોટું લખવું, ઉંમર યોગ્યના દર્શાવવી સહિતના વિવિધ કારણોસર ૭૬ સ્પર્ધકોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News