પ્રેમનો અંજામ લગ્ન જ હોય તેવું જરૂરી નથી. પ્રેમી સાથે ૮ વર્ષથી સંબંધમાં રહેલી પ્રેમિકાએ એકાધિકાર જમાવવાની હોડમાં પ્રેમીનું લિંગ જ કાપી નાખ્યું હતું. આથી ગંભીર ઇજા સાથે યુવકને સારવારમાં ખસેડાયો હતો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે પ્રેમીએ બીજા પાત્ર સાથે લગ્ન ની તૈયારી શરૂ કરતા તેને લાગી આવ્યું હતું અને તેણે આ પગલું ભયુ છે.
યુપીના મુઝફરનગરની એક મહિલા પુષ સાથે સંબંધમાં હતી. બાદમાં યુવકના પરિવારે તેના લગ્ન અન્ય મહિલા સાથે નક્કી કર્યા હતા, આથી મહિલા વિફ્રી હતી. યુવકે તેને હોટેલના રૂમ માં બોલાવીને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તે માની ન હતી અને તેણે યુવકનું ગુપ્તાંગ જ વાઢી નાખ્યું હતું. આ ઘટના મુઝફરનગરના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના એસએચઓ આશુતોષે જણાવ્યું હતું કે પોલીસ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ વ્યકિતને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ હતી યાં તેની સારવાર ચાલી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલાં પ્રેમમાં પડેલા આ દંપતી મુઝફરનગર જિલ્લાના ચરથાવલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક જ ગામના છે. જો કે, પુષના પરિવારે તેમના સંબંધોનો વિરોધ કર્યેા હતો અને તેના લ અન્ય ક્રી સાથે નક્કી કર્યા હતા.પોલીસે જણાવ્યું કે રવિવારે તે વ્યકિત તેની મહિલા પાર્ટનરને શાંત કરવા માટે એક હોટલમાં લાવ્યો હતો.પરંતુ ત્યાં પણ તેમની વચ્ચે એ સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મહિલાએ તીણ હથિયાર વડે પુષ મિત્રનું લિંગ જ કાપી નાખ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech