સુરેન્દ્રનગરની વતની અને જામનગર પરણાવેલી યુવતીને સાસરીયાઓએ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ
જામનગર તા ૨૪, સુરેન્દ્રનગર ની વતની અને હાલ જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં પરણાવેલી એક યુવતીને તેણીના સાસરીયાઓ એ ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતાં મહિલા પોલીસ મથકમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ સુરેન્દ્રનગરની વતની અને હાલ જામનગરમાં ગુલાબનગર સિંધી કોલોની માં રહેતી આરતીબેન મનોજભાઈ વાઘેલા નામની ૩૪ વર્ષની વાલ્મીકિ પરણીતા, કે જેને સાસરિયાઓએ ત્રાસ ગુજારી હાંકી કાઢી હતી.
જેથી તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં આરતી બેને પોતાના પતિ મનોજ લલીતભાઈ વાઘેલા, સાસુ ગૌરીબેન લલિતભાઈ વાઘેલા, નાણંદ મનીષાબેન વિજયભાઈ સરધારા, તેમજ પોતાના પતિના આગલા ઘરના દીકરા વિવેક અને આગલા ઘરની પુત્રી દિપુબેન ઉમેદભાઈ અમે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech