લાલપુર તાલુકાના વડપાંચસરા ગામમાં રહેતી એક યુવતી પોતાના કુટંબી ભાઈના ઘેર પીપરટોડા ગામે આંટો દેવા ગઈ હતી, જ્યાં તેણીને સર્પ કરડી જતાં વિપરિત અસર થયા પછી અપમૃત્યુ થયું છે.
લાલપુર તાલુકાના વડપંચસરા ગામમાં રહેતી સંગીતાબા જીતેન્દ્રસિંહ જાડેજા નામની 25 વર્ષની યુવતી, કે જે પીપરટોડા ગામમાં રહેતા પોતાના કુટુંબી ભાઈ જયેન્દ્રસિંહ જાડેજા ની વાડીએ આંટો દેવા માટે ગઈ હતી, જ્યાં તેણીને એકાએક સર્પ કરડી જતાં વિપરીત અસર થઈ હતી, અને તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતક ના પતિ જીતેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર સેનાને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીમાં, રક્ષા બજેટ માટે ખજાનો ખોલશે
May 16, 2025 03:02 PMતળાજાના ખારડી ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
May 16, 2025 02:53 PMમાવઠાની આગાહી વચ્ચે શહેરમાં દરરોજ તાપમાનનો પારો વધતો જાય છે
May 16, 2025 02:51 PMકાળિયાબીડના કેસરીયા હનુમાન ગ્રાઉન્ડમાં દરેક ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા
May 16, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech