શહેરના વેલનાથપરામાં પિતાની સાથે ઘરની બહાર આવેલી એક વર્ષની પુત્રી કારની ઠોકરે ચડી જતા વ્હીલ માથે ફરી વળવાથી મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતક માસુમ બાળકીના પિતાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર વેલનાથ પરા શેરી નં-22માં રહેતા જયેશભાઈ અમુભાઈ બાબરીયા ગઈકાલે સાંજે આઠેક વાગ્યે બાજુમાં જ રહેતા તેમના માતાના ઘરે બેઠા હતા ત્યારે ઘરની બહાર કોઈ કાર ચાલક હોર્ન મારતો હોવાથી પોતાની બાઈક નડતી હોવાનું લાગતા બહાર જોવા નીકળ્યા હતા અને તે સમયે તેની એક વર્ષની પુત્રી કાવ્યા પણ સાથે આવતા જયેશભાઈ પોતાનું બાઈક હટાવતા હતા ત્યારે પુત્રી રમતા રમતા કાર પાસે પહોંચી ગઈ હતી અને ચાલકએ કાર હંકારતા બાળકી અડફેટે ચડી ગઈ હતી અને કારનું વ્હીલ બાળકી ઉપર ફરી વળ્યું હતું. આ જોતા જયેશભાઈએ રાડ નાખતા જીજે-03-પીએ-5731 નંબરનો કાર ચાલકએ કાર ઉભી રાખી હતી. માસુમ પુત્રીને ગંભીર ઇજા થવાથી લોહી નીકળતું હોવાથી કારમાં જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. અકસ્માત સર્જી મોત નિપજાવનાર કાર ચાલક હોસ્પિટલથી નીકળી ગયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક કાવ્યા બે બહેનમાં સૌથી નાની હતી. પિતા જયેશભાઇ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્રીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. બનાવ અંગે પોલીસે સ્વિફટ કારના ચાલકને સંકજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech