રાજકોટમાં પીજીમાં રહેતી મૂળ જૂનાગઢના કેરાળા ગામની વતની ૨૮ વર્ષીય યુવતી આજરોજ વહેલી સવારના એસ્ટ્રોન ચોક પાસે નાલા નજીક જાહેરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી.યુવતીએ ગઈકાલે તેની માતા સાથે ફોનમાં વાત કરી હતી અને કહ્યું હતું કે, હત્પં થાકી ગઈ છું મને અહીં ગમતું નથી. બાદમાં રાત્રિના તે મેથી નીકળી ગયા બાદ આ પગલું ભરી લીધું હતું.યુવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થતી ન હોય અને ઘરની જવાબદારીથી થાકી આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લાગાવવામાં આવી રહ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ વહેલી સવારના એસ્ટ્રોન ચોક પાસે નાલામાં પાઇપ સાથે ચુંદડી બાંધી યુવતીએ જાહેરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ થતા ૧૦૮ ની ટીમ અહીં પહોંચી હતી બીજી તરફ એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ જતાપરા તથા સ્ટાફ પણ અહીં પહોંચ્યો હતો. ૧૦૮ ના ઇએમટીએ જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી.બાદમાં પોલીસે તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરીને યુવતી મિતા કાળુભાઈ સોલંકી(ઉ.વ ૨૮) તે મૂળ જૂનાગઢના કેરાળા ગામની વતની અને હાલ જાગનાથ ૨૫ એસ્ટ્રોન ચોક પાસે તેની બહેન તથા અન્ય યુવતી સાથે પીજી તરીકે રહેતી હોવાનું માલુમ પડું હતું. યુવતી છેલ્લા બે માસથી અહીં રહેતી હતી અને જાગનાથ રોડ પર મોબાઈલ શોમમાં નોકરી કરતી હતી. સાથોસાથ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતી હતી. યુવતીના પિતા હયાત ન હોય તેનો ભાઈ પથારીવસ છે અને ત્રણ બહેનો પૈકી બે બહેન સાથે તે અહીં રહેતી હતી પરિવારની જવાબદારી યુવતી પર હતી.
વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવતીએ ગઈકાલ રાત્રે તેની માતા સાથે ફોનમાં વાત કરી હતી અને કહ્યું હતું કે,હત્પં થાકી ગઈ છું, મને અહીં ગમતું નથી બાદમાં તે અહીંથી નીકળી ગઈ હતી અને આજરોજ સવારના તેણે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડું હતું. યુવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થતી ન હોય અને ઘરની જવાબદારીથી થાકી આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લાગાવવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech