વેરાવળ-પાટણ સહિત ત્રણ શહેરો, સોમનાથ ટ્રસ્ટ અને બે ઉદ્યોગોને પીવા-વપરાશનું વર્ષભર પાણી પુરું પાડી જીવાદોરી સમો હિરણ-૨ ડેમ આજે ૭૭ ટકાથી વધુ ભરાયો છે, જેને કારણે ગીર સોમનાથ જિલ્લ ાના વેરાવળ તાલુકાના ૧૧ તથા તાલાલા તાલુકાના ૩ ગામોને સતર્ક રહેવા ચેતવણી કરાયા છે.મદદનીશ ઈજનેર નરેન્દ્ર પીઠિયા કહે છે આજે ડેમ ૭૭ ટકા ભરાઈ જતાં લ લેવલ જાળવવા ડેમના દરવાજા ખોલવાના થશે તેની આગોતરી જાણ સબંધકર્તાઓ અને નિયમ બુક મુજબ કરી દેવામાં આવી છે.
હાલ કોડીનાર પાસે આવલા સીંગોડા ડેમ ૭૮.૮૦ ટકા ભરેલ છે અને બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવેલ છે. ઉના પાસે આવલ રાવલ ડેમ ૪૮ ટકા ભરાયેલ છે, મચ્છુન્દ્રી ૬૧ ટકા ભરાયેલ છે. અને હિરર-૧ ડેમ ૬૪ ટકા ભરાયેલ છે. હાલ ત્રણ શિફટમાં દરેક ડેમો ઉપર કર્મચારીઓ કાર્યરત છે. હિરણ-૨ ડેમ દરિયા સપાટીથી ૬૨.૪૧ મીટર ઉંચો છે, ૧૯૭૩થી ભરવાની શઆત થઈ, સ્ત્રાવ વિસ્તાર ૩૪૯ ચોરસ કિ.મી., પાયેથી ઉંચાઈ ૧૫.૭૦ મીટર, ડૂબમાં ગયેલ જમીનો-ખરાબો ૫૦૯ હેકટર, પાણી છોડવા મહત્તમ ક્ષમતા ૧ સેક્ધડમાં ૩૫૫૯, ઘનમીટર પાણી માર્ગ પહોળાઈ ૧૪૯.૬૬ મીટર, દરવાજા-૭ (એક દરવાજાની લંબાઈ ૧૨.૫ મીટર, પહોળાઈ ૮.૨૩ મીટર, નહેર લંબાઈ ૧૬.૫૦ કિ.મી. કુર કમાન્ડ વિસ્તાર ૧૫,૮૫૩ હેકટર, ખેતીલાયક કમાન્ડ વિસ્તાર ૯૫૫૨.૮ હેકટર, કમાન્ડ હેઠળ ગામો તાલાલ તાલુકા-૪, વેરાવળ તાબાના ૧૭ કુલ ગામોને ચેતવણી જાહેર કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech