ગીરસોમનાથ જિલ્લ ા તત્રં દ્રારા ખનીજ માફીયાઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી છે. જેમાં રોયલ્ટી અને પાસ પરમીટ વગર ખનીજનું બીનઅધિકૃત રીતે વહન કરતા ૫ ડમ્પરને ઝડપી લઇ ખનીજ સહિત ૧.૧૦ કરોડનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો છે. જયારે કોડીનારના ઘાંટવડ ગામે જુદી જુદી લીઝમાંથી ૬૦,૩૦૩ મે.ટન ખનીજ ચોરી ઝડપી ૩.૦૩ કરોડનો દડં ફટકારવામાં આવ્યો છે.
કલેકટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ–ખનીજ કચેરીની તપાસ ટીમ દ્રારા સઘન વાહન ચેકિંગ દરમિયાન સિંઘવ નાગદાન ટીડાભાઇના વાહન ટ્રેકટર નં.જીજે–૧૧સીડી–૨૫૩૬માં ભરેલ બિ.લાઇમસ્ટોન ખનીજ વહન કરવા માટેનો રોયલ્ટીપાસ કે ડીલીવરીપાસ વગર કુલ–૪ મે.ટન બિ.લાઇમસ્ટોન ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું.
આ જ રીતે બોસ્તાર રાહત્પલ માત્રાભાઇનું ડમ્પર નં.જીજે–૧૩એડબલ્યુ–૮૬૩૨માં ભરેલ સેન્ડસ્ટોન, ભરત સોલંકીનો ડમ્પર નં.જીજે–૩૬વી–૫૦૧૪માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ, તુરાજસિંહ આર. ઝાલાના ડમ્પર નં.જીજે–૦૩સીયુ–૩૦૦૫માં બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ ૧૦.૨૦૦ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું.
આ જ રીતે ભરત સોલંકીના વાહન ડમ્પર નં.જીજે–૩૬વી–૫૦૧૫માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ ૧૦.૮૯૦ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું. આ તમામ સીઝ કરેલા વાહનોને કલેકટર કચેરી કમ્પાઉન્ડ, ઇણાજ ખાતે રાખવામાં આવ્યાં છે.
જયારે કોડીનાર તાલુકાના ઘાંટવડ ખાતે ખાનગી માલીકીના સર્વે નં–૪૦૩૧ પૈકી ૨ વાળી જમીનમાં શાંતિબેન ભગવાનભાઇ રાઠોડ દ્રારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવતું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૧૦,૫૯૭ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું જણાયું હતું. જેની ખનીજ કિંમત કુલ રકમ રૂા.૫૩.૪૦ લાખની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જ રીતે ઘાંટવડ ખાતે ખાનગી માલીકીના સર્વે નં–૩૧૪ પૈકી વાળી જમીન જમદિ આશ્રમના વહીવટદાર હરીદાસ ગુ દર્શનદાસ ઉદાસીન દ્રારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવતું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ–૪૯,૭૦૬ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું જણાયું હતું. જેની ખનીજ કિંમત કુલ રકમ રૂા.૨.૫૦ કરોડ જેની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, ઉપરોકત ઇસમો દ્રારા કુલ ૬૦,૩૦૩ મે.ટન બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજની ચોરી કરવા બદલ કુલ રકમ રૂા. ૩.૦૩ કરોડની ખનિજ ચોરી કરવા બદલ વહીવટી તત્રં દ્રારા દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMધંધુકા-ફેદરા રોડ પર રાયકા નજીક સર્જાયેલા અકસ્માતમાં બેના મોત
March 31, 2025 03:21 PMટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ; મિલ્કત વેરામાં ૪૧૧ કરોડની આવકથી તિજોરી છલકી
March 31, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech