ગૂગલની યુઝર્સને ભેટ, ઓનલાઈન કલાસ માટે લોન્ચ કર્યા 50 નવા સોફ્ટવેર

  • February 23, 2021 02:57 PM 227 views

કોરોના મહામારી વચ્ચે ગૂગલે 50 નવા સોફ્ટવેર લોન્ચ કર્યા છે. જે પ્રોફેસરની સાથે વિદ્યાર્થીઓ બંને માટે રિમોટ લર્નિંગના માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસરૂમને ચલાવવામાં સરળતા મળશે. 

 

આ સોફ્ટવેરમાર્કેટમાં ઉતારતી વખતે ગૂગલના ભારતીય મૂળના સીઇઓ સુંદર પિચાઇ જણાવ્યું કે બધી જગ્યાએથી શીખવાની જરૂરિયાત અને ભણાવવાનું કામ કોરોનાની મહામારી પછી પણ અટકવાનું નથી. અમારી કંપનીનો ઉદ્દેશ્ય છે કે સમગ્ર વિશ્વની જાણકારીને સંકલિત કરવામાં આવે. ગૂગલના જણાવ્યા અનુસાર, એક કરોડ સત્તર લાખથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગૂગલનો ઉપયોગ શીખવા, સંવાદ કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. 

 

જૂન 2020માં એક કરોડ ચાલીસ લાખ લોકોએ અભ્યાસ માટે જી સૂટનો ઉપયોગ કર્યો હતો. વર્તમાન સમયમાં એક કરોડ પચાસ લાખ વિદ્યાર્થીઓ, શિક્ષકો ગુગલ ક્લાસરૂમનો ઉપયોગ કરી રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application