નીકળી જુઓ હવે બહાર, ભેગા થાવ એટલી વાર !

  • April 04, 2020 03:40 PM 661 views

કોરોના વાયરસને લઈને ગુજરાતમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં પણ તેનો ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસ તંત્ર મથી રહ્યું છે પરંતુ અમુક તત્ત્વો ‘બહાર શું દાટયું છે’ તે જોવા માટે રખડપટ્ટી કરવા નીકળતાં હોવાથી પોલીસ માટે મોટો પડકાર ઉભો થયો છે. દરમિયાન હવે આ પ્રકારના તત્ત્વોને નાથવા માટે પોલીસ હવે શહેરના દરેક વિસ્તારો ઉપર ડ્રોન મારફતે નજર રાખશે. આ માટે ૧૫ જેટલા ડ્રોન પણ આવી ગયા છે અને તેનું ટેસ્ટીંગ જિલ્લા પંચાયત ચોકમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ટેસ્ટીંગ થઈ ગયા બાદ હવે અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન સાથે પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application