સસ્પેન્ડ :ટ્રમ્પના સમર્થનમાં આવી જર્મન ચાંસલર, વાંચો શું કહ્યું મર્કેલે

  • January 12, 2021 02:04 PM 745 views

જર્મન ચાન્સેલર મર્કેલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટને કાયમી ધોરણે સ્થગિત કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. મળતા અહેવાલો અનુસાર, જર્મન ચાન્સેલર મર્કેલના પ્રવક્તાએ સોમવારે પત્રકારોને આ વાત કહી હતી. પ્રવક્તા સ્ટીફન સીબર્ટે કહ્યું કે ચાન્સેલરનું માનવું છે કે ટ્રમ્પના અકાઉન્ટન પર કાયમી ધોરણે પ્રતિબંધ સમસ્યાઓ ઉભી કરી શકે છે. 

મર્કેલના પ્રવક્તાએ કહ્યું, "વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે. આ જોતાં, ચાન્સલરનું માનવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખાતાને કાયમી ધોરણે સ્થગિત કરવું સમસ્યારૂપ છે."

પ્રવક્તા સેઇબર્ટે કહ્યું, "ચાન્સેલર સંપૂર્ણ સંમત છે કે ટ્રમ્પની અયોગ્ય પોસ્ટને લઈને ચેતવણી આપવી તે સંપૂર્ણપણે યોગ્ય છે. જોકે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના કોઈપણ પ્રતિબંધનનાં કાયદાને ખાનગી કંપનીઓ દ્વારા લાદવો જોઈએ નહી,  6 જાન્યુઆરીએ ટ્રમ્પ સમર્થકોએ અમેરિકન રાજધાની પર હુમલો કર્યા પછી, ટ્વિટર અને ફેસબુક દ્વારા ટ્રમ્પના અકાઉન્ટને કાયમી ધોરણે સ્થગિત કર્યું હતું. કેપિટલ હિલમાં ટ્રમ્પ સમર્થકોએ કલાકો સુધી હોબાળો મચાવ્યો અને આ સમયગાળા દરમિયાન પાંચ લોકોએ જીવ પણ ગુમાવ્યા.

ટ્વિટરે પોતાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે ટ્રમ્પના આ ટ્વિટથી વધુ હિંસા થઈ શકે. જર્મનીના ઘણા ઓપિનિયન પોલમાં, મોટાભાગના લોકોએ ટ્રમ્પના ખાતઅકાઉન્ટને સ્થગિત કરવાને ટેકો આપ્યો છે. જો કે, ઘણા રાજકારણીઓ અને અધિકારીઓએ ટ્વિટરના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application