જિયોના યુઝર્સ હવે વોટ્સએપ થકી રિચાર્જ કરી શકશે

  • June 10, 2021 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો દ્વારા વોટ્સએપ થકી રિચાર્જની શરૂઆત કરવામાં આવી છે. જિયોના યુઝર્સ હવે જિયો ચેટબોટ પર વોટ્સએપનો ઉપયોગ કરીને રિચાર્જ તથા પેમેન્ટ કરી શકશે, સવાલોના જવાબ મેળવી શકશે અને ફરિયાદ પણ કરી શકશે. તેના ઉપર કોવિડ-19 વેક્સિનેશનની ઉપલબ્ધતા વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

 

આ નવી સેવા થકી લોકોને કોવિડ-19 વેક્સિનની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવવા માટે વન-ટાઇમ પાસવર્ડ મેળવવાનો રહેશે. આ સેવાઓ માટે 700770007 નંબર ઉપર "Hi" લખવાનું રહેશે. અન્ય મોબાઇલ નેટવર્ક ઉપર પણ વેક્સિન સંબંધિત માહિતી માટે અને જિયો એકાઉન્ટ રિચાર્જ કરવા માટે ચેટબોટ કામ કરશે.

 

અન્ય સત્તાવાર ઓનલાઇન પોર્ટલોથી વિપરીત, યુઝર્સ 'પિનકોડ' પોસ્ટ કરીને અને પછી વિસ્તારનો પિનકોડ લખીને રસી કેન્દ્ર અને તેની પ્રાપ્યતાની સર્ચને રિફ્રેશ પણ કરી શકે છે. જિયો યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા, જિયો સીમ માટે સપોર્ટ, જિયોફાઇબર, જિયોમાર્ટ અને ઇન્ટરનેશનલ રોમિંગ સહિતની માહિતી પણ ચેટબોટ પર મેળવી શકે છે. નોન-જિયો નેટવર્ક અથવા અનરજિસ્ટર્ડ નંબર પરથી એકાઉન્ટ વિશેની માહિતી માગવામાં આવશે તો ચેટબોટ યુઝરનું વેરિફિકેશન માગશે. અત્યારે ચેટબોટ ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં આ સુવિધાઓ આપે છે. ઝડપથી તે અન્ય ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

 

જિયોએ હાલના સમયમાં ગ્રાહક સશક્તિકરણ માટે સૌથી નવીન ઉત્પાદન બનવા માટે વોટ્સએપ સાથે સહયોગ સાધ્યો છે. વોટ્સએપ દરેક ઘરમાં જાણીતું છે અને દરેક સ્માર્ટફોન યુઝર દિવસમાં અનેકવાર તેનો ઉપયોગ કરે છે. તેને ધ્યાનમાં રાખીને જિયોના યુઝર્સ તેમની અનુકૂળતા મુજબ સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, આમ જિયોના યુઝર્સને હવે વોટ્સએપ થકી તેમની મોબિલિટી, જિયોફાઇબર અને જિયોમાર્ટ એકાઉન્ટનો સંપૂર્ણ કંટ્રોલ મેળવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS