4G ડાઉનલોડ સ્પીડમાં જિયો સૌથી આગળ

  • October 28, 2020 02:04 AM 564 views

સપ્ટેમ્બર ૨૦૨૦ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે રિલાયન્સ જિયો ૪જીની સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં પહેલા સ્થાને રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં જિયો દ્વારા ૧૯.૩ એમબીપીએસની સરેરાશ સ્પીડ હાંસલ કરવામાં આવી હતી, જે ઓગસ્ટ ૨૦૨૦ની ૧૫.૯ એમબીપીએસની સ્પીડ કરતાં ઘણી વધારે છે.


દર મહિને સૌથી વધુ સરેરાશ ડાઉનલોડ સ્પીડ નોંધાવનાર રિલાયન્સ જિયો સતત ત્રણ વર્ષથી સૌથી વધુ ઝડપ આપનાર ૪જી ઓપરેટર બન્યું છે. ટ્રાઇ દ્વારા જારી કરાયેલા ડેટા મુજબ ભારતી એરટેલનું પ્રદર્શન નજીવું સુધર્યું છે, જેણે ઓગસ્ટની ૭.૦ એમબીપીએસ સ્પીડમાં થોડો વધારો નોંધાવી સપ્ટેમ્બરમાં ૭.૫ એમબીપીએસની સ્પીડ નોંધાવી છે.


વોડાફોન અને આઇડિયાએ તેમના બિઝનેસનું મર્જર કર્યું હોવા છતાં ટ્રાઇ દ્વારા તેમના પ્રદર્શનના આંકડા અલગ-અલગ જાહેર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં વોડાફોને સરેરાશ ડાઉનલોડ સ્પીડ ૭.૯ એમબીપીએસ નોંધાવી છે, જે ઓગસ્ટ મહિનામાં ૭.૮ હતી અને તે નજીવો વધારો દર્શાવે છે.


આઈડિયાએ પણ સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ ૮.૬ એમબીપીએસ નોંધાવી છે, જે ઓગસ્ટ મહિનામાં ૮.૩ એમબીપીએસ હતી. જ્યારે અપલોડ સ્પીડમાં સૌથી વધુ ૬.૫ એમબીપીએસની સ્પીડ વોડાફોને નોંધાવી હતી, જે ઓગસ્ટ મહિનામાં ૬.૨ એમબીપીએસ હતી. સપ્ટેમ્બરમાં આઈડિયાની સરેરાશ અપલોડ સ્પીડ ૬.૪ એમબીપીએસ હતી. જ્યારે એરટેલ અને જિયોની અપલોડ સ્પીડ એકસરખી ૩.૫ એમબીપીએસ નોંધાઈ છે. રિયલ ટાઇમ બેસિસ પર માયસ્પીડ એપ્લિકેશનની મદદથી એકત્ર કરવામાં આવેલા ડેટાના આધારે ટ્રાઇ સરેરાશ સ્પીડની નોંધણી કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application