રાજકોટમાં સ્વૈચ્છિક લોકડાઉન ૨ મે સુધી લંબાવતા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન

  • April 26, 2021 04:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલની કોરોનાની ચિંતાજનક રીતે ઉભી થયેલી નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા સાવચેતી રૂપે ૨૬ એપ્રિલ સુધી સ્વૈચ્છિકનું લોકડાઉન જાહેર કરેલ હતુ અને શહેરના વેપારીઓ પણ  બંધમાં જોડાયા હતા. આ દિવસોમાં સોની બજાર બંધ રહી હતી. જોકે હજુ કોરોનાનો પ્રકોપ ઓછો થયો નથી આથી સાવચેતીના ભાગરૂપે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા નિણર્ય લીધેલ છે કે સ્વૈચ્છિક લોકડાઉન તા. 2 મે સુધી લંબાવવામાં આવે.

 

 

જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિશન રાજકોટના મંત્રી જગદીશભાઈ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની સ્થિતિ વધુ ખરાબ થતી જઈ રહી હોવાથી જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના તમામ બોર્ડ મેમ્બરો સાથે ચર્ચા વિચારણા કરીને આ નિણર્ય લીધેલ છે કે, સ્વૈચ્છિક લોકડાઉન તા. 2 મે સુધી લંબાવવામાં આવે. ૧લી મે ના રોજ સ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS