ગાયત્રી શકિતપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે વિનામુલ્યે નેત્રયજ્ઞ

  • June 30, 2021 10:05 AM 

શ્રી ગાયત્રી શકિતપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે સરુસેકશન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી જામનગર ખાતે આચવેલ શ્રી ગાયત્રી શકિતપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામુલ્યે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) નું આયોજન તા.5-7-2021 સોમવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા દરમ્યાન કરવામાં આવેલું છે. આ વિનામુલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત ડોકટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ વિનામુલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરુરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઇ જઇ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. તથા વિનામુલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે.

દદીેને રહેવા, જમવા, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા મફત આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને શ્રી ગાયત્રી શકિતપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.

આ દિવસે શ્રી ગાયત્રી શકિતપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એકયુપ્રેસર વિભાગ દ્વારા એકયુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઇપણ અંગના દુ:ખાવા માટે એકયપ્રેસર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ જામનગરના સયોગથી ડાયાબીટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તો ઉપરોકત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શકિતપીઠ અનુરોધ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS