રાજકોટમાં રહેતા અને બીબીએનો અભ્યાસ કરનાર સમલૈંગિક યુવાન ડેટિંગ એપ્લિકેશન મારફત જામનગરના શખસ સાથે પરિચય થયો હતો. બાદમાં આ શખસે તેને હોટલ નોવામાં મળવા બોલાવ્યો હતો. યાં આ શખસે યુવાનનો ન વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેના એકાઉન્ટમાંથી પિયા ૬૫,૦૦૦ રોકડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. એટલું જ નહીં તેના ક્રેડિટ કાર્ડ મારફત .૩૬,૮૦૦ નો મોબાઇલ પણ ખરીધો હતો. યુવાને આ અંગે અંતે પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી જામનગરના આ શખસને ઝડપી લીધો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં અવધ રોડ પર આવેલા વિસ્તારમાં રહેતા અને બીબીએનો અભ્યાસ કરવાની સાથે સલુનની દુકાનમાં કામ કરનાર ૧૯ વર્ષીય યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશભાઈ સુરેન્દ્રસિંહ નિરબાનનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ડેટિંગ એપ્લિકેશન મારફત એક વ્યકિત સાથે વીડિયો કોલમાં વાતચીત થઈ હતી ત્યારબાદ મેસેજમાં વાતચીત થતી હતી. તારીખ ૪૨૨૦૨૫ ના આ વ્યકિતએ મેસેજ કરી જણાવ્યું હતું કે, હત્પં રાજકોટ ખાતે આવ્યો છું હાલમાં જડુસ હોટલ પાછળ આવેલી હોટલ નોવા બ્લીઝમાં છું સાંજના તું હોટલે મળવા માટે આવ જેથી યુવાને હા પાડી હતી અને તે સાંજના અહીં હોટલમાં મળવા ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી અને હોટલના મમાં ગયા હતા. ત્યારબાદ શૈલેન્દ્રસિંહએ પોતાનું નામ અને સરનામું જણાવ્યું હતું. યુવાન સમલૈંગિક હોય જેથી બંને વાતચીત કરતા હતા અને ત્યારબાદ બંને કપડાં કાઢી બાથમમાં નાખવા ગયા હતા. દરમિયાન આ શખસ બહાર નીકળી ગયો હતો અને યુવાનનો ન વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં તેને યુવાનને આ વિડીયો બતાવી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તારા ખાતામાં કેટલા પૈસા છે? તેમ કહી યુવાનના અલગ અલગ બે એકાઉન્ટમાંથી કુલ પિયા ૬૫૦૦૦ લઈ લીધા હતા. બાદમાં યુવાનનું પાકીટ તથા ક્રેડિટ કાર્ડ પણ લઈ લીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાનને તેના જ બાઈક પર એસ્ટ્રોન ચોક પાસે મોબાઈલની દુકાને લઈ ગયો હતો અને ત્યાંથી . ૩૬,૮૦૦ નો મોબાઇલ યુવાનના ક્રેડિટ કાર્ડ પર ખરીધો હતો. જેમાં બિલમાં તેણે પ્રકાશ નામ લખાવ્યું હતું. બાદમાં બંને હોટલ નોવા પરત ફર્યા હતા અને ત્યારબાદ તેને યુવાનને તેનું આધારકાર્ડ અને ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે જો હવે તું કોઈને જાણ કરીશ તો તારો વિડીયો હત્પં વાયરલ કરી નાખીશ અને તારી સમાજમાં બદનામી થશે તને જીવવા જેવો નહીં રાખું તેવી ધમકી આપી હતી. જેથી યુવાન ગભરાઈ ગયો હતો અને ઘરે જઈ ગુમસુમ રહેતો હોય જેથી પરિવારજનો આ બાબતે પૂછતા અંતે યુવાને પોતાના સાથે બનેલી આ ઘટના અંગે વાત કરી હતી. ત્યારબાદ યુવાને આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ. હરિપરાની રાહબરી હેઠળ પીએસઆઇ બી.આર.ભરવાડ તથા ટીમે તપાસ કરી આરોપી શૈલેન્દ્રસિંહ ઉર્ફે પ્રકાશને ઝડપી લે જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMકાળઝાળ ગરમીમાં ત્રણ દિવસ જરાય રાહત નહીં, પછી બે દિવસ ભુક્કા કાઢશે
April 24, 2025 12:19 PMજામનગરમાં આતંક સામે ઉગ્ર આક્રોશ: ચોકે-ચોકે આતંકીઓના પૂતળા દહન
April 24, 2025 12:17 PMથાનગઢ પંથકમાં માટી ખનન ઉપર દરોડા: ૨.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
April 24, 2025 12:16 PMસર્વેશ્વર ચોક વોંકળાનું કામ હવે ડે–નાઇટ ડબલ શિફટમાં; યાજ્ઞિક રોડ ઉપર ૧૫ ફૂટ ઉંડું ખોદકામ
April 24, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech