બાંગ્લાદેશની ટીમ આ મહિને ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમાશે. બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને ક્લીન સ્વીપ કર્યા બાદ ઉત્સાહમાં છે. તો બીજી તરફ મુખ્ય કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરની પણ આ પ્રથમ ટેસ્ટ શ્રેણી છે. શ્રેણી પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગુવાહાટીના કામાખ્યા મંદિર પહોંચ્યા હતા.
તસવીરો અને વીડિયો વાયરલ
કામાખ્યા મંદિરમાં ગૌતમ ગંભીરે વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ગંભીરની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે ગંભીર મંદિરે પહોંચીને પ્રાર્થના કરી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પણ ગંભીર કામાખ્યાના દર્શન કરવા આવ્યાં હતાં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે. ટેસ્ટ બાદ T20 સિરીઝ રમાશે.
બાંગ્લાદેશ પ્રવાસ શેડ્યૂલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર સુધી મેચ ગ્રીન પાર્ક, કાનપુરમાં રમાશે. પહેલી T20 7 ઓક્ટોબરે ગ્વાલિયરમાં, બીજી T20 દિલ્હીમાં 10 ઓક્ટોબરે અને ત્રીજી T20 હૈદરાબાદમાં 12 ઓક્ટોબરે રમાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech