ગૌશાળાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

  • January 10, 2024 07:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના ઘોઘા રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ વિદેશી દારૂનો જથ્થો વહેંચણ અર્થે રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા વિદેશી દારૂની ૨૧૬ નંગ બોટલો મળી કુલ ૪૬,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


આ અંગે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર એલ.સી.બી. પોલીસની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર મંત્રેશ કોમ્પલેક્ષ પાસે આવતા બાતમીરાહે હકીકત મળેલ કે, વિક્રમભાઈ રાણાભાઈ સોલંકી (રહે.શેરી નં.૦૨, ગૌશાળા પાસે, ઘોઘારોડ)એ પોતાના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ હોય અને હાલ આ દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમા હતો. જે અંગે માહિતી આધારે રેઈડ કરતા વિક્રમભાઈ ઉર્ફે કસાભાઈ રાણાભાઈ સોલંકીના કબજાના મકાનમાંથી વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦, ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૩૬,૦૦૦, થેલા નંગ-૦૭ કિ.રૂ.૭૦૦ મળી કુલ રૂપિયા ૪૬,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે ભાવેશ ઉર્ફે ભાવો વલ્લભભાઈ સોલંકી (રહે.શેરી નં.૦૩, કૃષ્ણપરા, ગૌશાળા, ઘોઘારોડ)નું પણ નામ ખુલવા પામ્યું હતું. જે બન્ને શખ્સો સામે ઘોઘારોડ પોલીસમાં પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application