ગૌમાતાની વેદનામાં ખંભાળિયાના ગૌભક્ત દ્વારા મુંડન કરાવી, આવતીકાલે આવેદનપત્ર અપાશે

  • June 24, 2021 11:43 AM 

ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપી ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવામાં આવે અને સેનામાં જાતિઓના નામથી રેજીમેન્ટો છે. એવી રીતે સેનામાં આહીર રેજીમેંટનું નિર્માણ કરવામાં આવે તે મુખ્ય માંગો સાથે ગત તારીખ 11 જાન્યુઆરીથી દિલ્હીમાં જંતર, મંતર - દિલ્લી ખાતે આહીર અર્જુન આંબલીયા અનિશ્ચિત સમય ધરણાં પર બેસી શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં દરેક સમાજના લોકો , જુદા-જુદા સંગાઠનો , સાધુ-સંતો, મહંતો વિગેરે જાહેર સમર્થન કરી રહ્યા છે.

ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય પ્રતીસાદ ન મળતાં ગુજરાતના દરેક જિલ્લામાં દરેક સમાજ અને જુદા-જુદા સંગઠનો દ્વારા શુક્રવાર તા. 25 જૂનના રોજ ગૌમાતાની વેદનામાં મુંડન કરાવી અને અર્જુન આંબલીયાના આંદોલનના સમર્થનમાં પોતપોતાના જિલ્લામાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી સરકારને આવેદનપત્ર આપવામાં આવશે.

આ મુહીમમાં જોડાવા માટે અર્જુન આંબલીયાએ ટીમને તથા દરેક ગૌરક્ષક અને ગૌપ્રેમીઓ ને 9558888660 નંબર પર જાણ કરી જોડાવા આહવાન પણ કરવામાં આવ્યું છે.

તેમના દ્વારા વધુમાં જણાવાયા મુજબ સરકાર વહેલી તકે આ રાષ્ટ્રહિતની માંગોને સ્વીકારે. આ મુદ્દે સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતમાં વધુ કાર્યક્રમો કરવામાં આવશે તેમજ દિલ્લીમાં મહા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

ઉપરોક્ત મુદ્દે આવતીકાલે શુક્રવારે ખંભાળિયાના ગૌ ભક્ત તથા સમર્થક એવા મેરુભાઈ જોગલ દ્વારા મુંડન કરાવી, આ આંદોલન તથા માંગને ટેકો આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS