BREAKING NEWS

શાપરમાં ઇટર્નલ ફૂડ પ્રોડટક દ્રારા ૪૪.૫૦ લાખની ગેસ ચોરી: સંચાલકો સામે ફરિયાદ

  • May 06, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રામેશ્વર પાર્ક બ્લોક નં.૯૩ માં રહેતાં ભાવસિંહ દીલીપસિંહ ડોડીયા (ઉ.વ.૩૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મેસર્સ ઇટર્નલ ફુડ પ્રોડકટના સંચાલક દિપેન વિઠલ ઠુમર, પરેશ લાખા ઠૂંમર (રહે. બંને રાજકોટ) અને કાજલબેન દિપક મેઘનાથી (રહે. શાપર) સહિતના શખ્સોના નામ આપતાં શાપર પોલીસે પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઈપલાઇન્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગુજરાત ગેસ લીમીટેડ કંપનીમાં છેલ્લા ૧૪ વર્ષથી ફરજ બજાવે છે, હાલ તેઓ રાજકોટ ટેકનીકલ વિભાગમાં એન્જીનીયર તરીકે કાર્યરત છે.
ગુજરાત ગેસ કંપની દ્રારા રાજકોટ જિલ્લામાં ઔધોગિક હેતુ માટે કુલ ૫૬૬ એકટીવ ગ્રાહકોને ગેસ વપરાશ માટેના જોડાણ આપેલ છે, જે ગેસ વપરાશમાં કોઈ ગેરરીતી થાય છે કે કેમ ? તે ચેક કરવા માટે કંપનીની ટીમો અવાર નવાર કારખાનાઓમાં સરપ્રાઈઝ ચેકીંગની કામગીરી કરતી હોય છે, એ જ રીતે ગઇ તા. ૧૩૦૪૨૦૨૬ ના સાંજના ચારેક વાગ્યે તેઓની સાથે કંપનીના ડેપ્યુટી મેનેજર મૂકેશભાઈ બલદાણીયા શાપર વેરાવળમાં વૈદાતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ઇટર્નલ ફુડ પ્રોડકટ નામના કારખાનામાં કંપની દ્રારા ગેસ વપરાશ માટેનું જોડાણ આપવામાં આવ્યું હતું.
તે કારખાનામાં તપાસ કરતા ત્યા કંપની દ્રારા આ ઇટર્નલ ફડ પ્રોડકટને વર્ષ ૨૦૨૩ માં ઔધોગિક ગેસ વપરાશનું જોડાણ આપેલ હતુ પરંતુ આ કંપની દ્રારા કંપનીની મુખ્ય પાઇપ લાઇનમાંથી ગેરકાયદેસર રીતે હોલ કરી પાઇપ લાઇનમાં બગાડ કરી કંપનીની જાણ બહાર બીજુ નવું કનેકશન લઈ ગેસ વાપરતા હોવાનું જણાઈ આવેલ હતું. જેથી આ બાબતેનું રોજકામ અમારા દ્રારા કરવામાં આવેલ અને આ ઇટર્નલ ફડ પ્રોડકટ કંપનીએ ગેસ કનેકશન લેતી વખતે જે ભાગીદારી દસ્તાવેજ રજુ કરેલ તેમાં આ કંપનીના સંચાલક તરીકે દીપેનભાઈ ઠુંમર, પરેશભાઈ ઠુંમર અને કાજલબેન મેધનાથી છે.
જે પૈકી આ ચેકિંગ દરમિયાન પરેશભાઇ ઠુંમર તથા કાજલબેન મેધનાથી હાજર મળેલ જેને આ ગેરકાયદેસર કનેકશન બાબતે પુછતા પોતે ગેરકાયદેસર ગેસ કનેકશન લઈ ગેસ વાપરતા હોવાનુ સ્વીકારેલ હતું. અને આ બાબતે તપાસ કરતા આ મેસર્સ ઇટનર્લ ફડ પ્રોડકટ દ્રારા છેલ્લા એક વર્ષમાં અંદાજે ૬૪,૩૪૩ યુનીટ ગેસ ગેરકાયદેસર કનેકશન દ્રારા વપરાશ કરેલનું જણાઇ આવેલ જેની અંદાજીત કિંમત આશરે .૪૪,૫૨,૯૫૧ ગણી શકાય. જેથી શાપરમાં આવેલ ઇટનર્લ ફુડ પ્રોડકટના માલીકોએ ગુજરાત ગેસ લીમીટેડ દ્રારા ગેસ વપરાશ માટે કંપનીને કનેકશન આપેલ હોય જે ગેસ પાઇપ લાઇનમાં ચેડા કરવાથી માનવ જીંદગી જોખમાઇ શકે કે પાઇપ લાઇનમાં બ્લાસ્ટ થાય તો વ્યકતિઓનો જીવ જઇ શકે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેવું જાણવા છતા કંપનીની મુખ્ય હાઇ પ્રેશર લાઈનમાંથી કંપનીની જાણ બહારમાં કે જાણ કર્યા વગર સતત એક વર્ષ સુધી પોતાના અંગત ફાયદા સા ગેરકાયદેસર રીતે ગેસ લાઇનમાં હોલ પાડી બગાડ કરી ગેસ કનેકશન લઈ અંદાજે આશરે .૪૪.૫૨ લાખનો ૬૪,૩૪૩ યુનીટ ગેસની ચોરી કરતાં ફરીયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News