ચાઇનીઝ લસણનો વિરોધ: રાજકોટ માર્કેટ યાર્ડ સહિત સૌરાષ્ટ્ર્રમાં લસણનો વેપાર બંધ

  • September 10, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડના બેડી સંકુલ ખાતે આજે લસણની આવકો અને વેપાર બધં રાખીને ચાઇનીઝ લસણનો વિરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કયાંકથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ આવી જતા આ વિરોધ શ થયો હતો. અલબત્ત ફકત સૌરાષ્ટ્ર્ર જ નહીં દેશભરની બજારોમાંથી ચાઇનીઝ લસણનો વિરોધ થઇ રહ્યો છે આજે દેશભરમાં લસણનો કારોબાર ઠપ્પ થયો છે, સૌરાષ્ટ્ર્ર પણ સાથે જોડાયું છે.
રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે ભારતીય ભાવ કરતા અડધા ભાવે સ્થાનિક બજારોમાં ચાઈનીઝ લસણ ઠલવાઇ રહ્યું હોય સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. તદઉપરાંત ચાઇનીઝ લસણ દેખાવમાં સા પરંતુ તેની ગુણવત્તા નબળી હોય છે તેથી ખરીદનાર ગ્રાહકોને પણ નુકસાન થાય છે. તદઉપરાંત બજારમાં એવી પણ ચર્ચા છે કે ચાઈનીઝ લસણમાં આરોગ્યને હાનિકારક તત્વો રહેલા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં આવેલા ખેડૂતોએ  જણાવ્યું હતું કે ચાલુ વર્ષે લસણનું વાવેતર ઓછું અને ઉત્પાદન વધુ આવતા સ્થાનિક ખેડૂતોને સારા ભાવ ઉપજે તેવી આશા છે બરાબર ત્યારે જ ચાઈનીઝ લસણ માર્કેટમાં દેખાવા લાગ્યું છે અને તે ભારતીય લસણ કરતા અડધી કિંમતે વેંચાતું હોય સ્થાનિક ખેડૂતોને પડતર કિંમત પણ ન ઉપજે તેવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે


૨૦૧૪થી ચાઇનિઝ લસણ ઉપર પ્રતિબધં શા માટે ખેડૂતો દ્રારા થઇ રહ્યો છે વિરોધ?
રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યું હતું કે ભારતમાં ૨૦૧૪થી ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબધં મુકાયો છે જે હાલમાં પણ અમલી છે તેમ છતાં અફઘાનિસ્તાન સહિતના અન્ય દેશોના માર્ગે થઇને ભારતમાં ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવી રહ્યું છે. ભારતમાં ઉત્પાદન થયેલા લસણ કરતા અડધા ભાવે ચાઇનીઝ લસણ સસ્તા ભાવે વેંચાઇ રહ્યું છે આથી સ્થાનિક ખેડૂતોને મોટું નુકસાન જઇ રહ્યું હોય વિરોધ વંટોળ સર્જાયો છે.આ તકે ગ્રાહકોને ચાઈનીઝ લસણ નહીં ખરીદવા પણ તેમણે અપીલ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application