ચાઇનીઝ લસણના વિરોધમાં કાલે રાજકોટ યાર્ડમાં લસણની આવક બંધ

  • September 09, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં સમગ્ર દેશના માર્કેટ યાર્ડના વેપારીઓ દ્રારા ચાઈનીઝ લસણની આવકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં રાજકોટ માર્કેટ યાર્ડ પણ જોડાયું છે અને તેના અનુસંધાને આવતીકાલે તા.૧૦ને મંગળવાર એક દિવસ લસણની આવકો અને વેપાર બધં રહેશે. ભારત દેશમાં ૨૦૧૪થી ચાઈનીઝ લસણ ઉપર પ્રતિબધં મુકવામાં આવ્યો છે તેમ છતાં ચાઇનીઝ લસણ અન્ય અલગ અલગ દેશોમાં ભારતમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેની સામે ભારતીય વેપારીઓએ સખત વિરોધ નોંધાવ્યો છે.
વધુમાં આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યું હતું કે આવતીકાલે દેશભરના વેપારીઓ દ્રારા ચાઈનીઝ લસણના વિરોધમાં લસણના વેપાર બધં રાખવામાં આવનાર હોય રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ લસણની આવક અને વેપાર બધં રહેશે, આવતીકાલે યાર્ડમાં લસણની આવક નહીં કરવા યાર્ડના વહીવટી તંત્રને લેખિત જાણ કરાઇ છે તેમજ ખેડૂતોને પણ આવતીકાલે લસણ લઇને નહીં આવવા અનુરોધ કરાયો છે. વિશેષમાં પ્રા માહિતી અનુસાર રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર્રના અન્ય માર્કેટ યાર્ડમાં પણ આવતીકાલે લસણનો વેપાર બધં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News