ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના મધુર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે એકાએક તેઓની સગાઇ તૂટવાના સમાચાર સામે આવ્યા છે.
એવું કહેવાય છે કે, કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.
હાલમાં કિંજલ દવેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કરતાં જણાય આવે છે કે તેમની સગાઈના ફોટો તેમજ પવન સાથેના બધા ફોટો પણ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. કિંજલ દવેના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટમાં ક્યાંય પણ પવન સાથેનો એક ફોટો જોવા મળતો નથી. તેથી સગાઈ તૂટવાની ચર્ચાએ વધારે જોર પકડ્યું છે.
કોને કેહવાય છે સાટા પદ્ધતિ
હજુ પણ કેટલાંક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. જેમાં એક જ પરિવારના છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે. જો એકના લગ્નજીવનમાં ભંગાણ પડે તો બીજાના લગ્ન પણ એ જ ક્ષણે તૂટી જાય છે. પછી ભલે તેઓ એકબીજા સાથે સુખી કેમ ન હોય. આ રિવાજમાં જ્યારે લગ્ન તૂટે ત્યારે બંને પક્ષે ઘણું સહન કરવાનો વારો આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના ફ્લાયઓવરબ્રિજ ઉપર ડમ્ફર હડફેટે એકટીવા ચાલક વૃદ્ધનું નીપજ્યું મોત
July 04, 2024 05:35 PMઅનંત-રાધિકાના લગ્નમાં થશે ફ્લેશ મોબ, આ લોકો કરશે પરફોર્મ
July 04, 2024 05:32 PMપંજાબ-ભારત-પાક સરહદ પર ઘૂસણખોરી કરતા પાકિસ્તાનીની BSFએ કરી ધરપકડ
July 04, 2024 05:19 PMકલ્કિ 2898 એડી પર મહાભારતના ભીષ્મ થયા ગુસ્સે, કહ્યું- દરેક હિન્દુને આના પર વાંધો...
July 04, 2024 05:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech