જામનગર જિલ્લા પોલીસની નવતર પહેલ
ડ્રગ્સ તથા સાયબર ફ્રોડને લગતા પેમ્પલેટ તથા બેનર્સ હાથમાં લઈ ખેલૈયોઓ સાથે ગરબે ઘૂમી જનજાગૃતિનો સંદેશ પાઠવ્યો
જામનગર તા.૧૦ ઓક્ટોબર, લોકો ડ્રગ્સ સહિતના દુષણોથી દૂર રહે તેમજ સાઇબર ક્રાઇમ અંગે જાગૃત બને તે હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસે નવતર પહેલ આરંભી છે. જામનગર પોલીસ જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ યોજાતા ગરબા કાર્યક્રમોમાં પહોંચે છે અને હાથમાં 'SAY NO TO DRUGS' અને સાયબર ક્રાઇમ અંગેના જનજાગૃતિ દર્શાવતા સંદેશાઓ સાથેના બેનર તથા પેમ્પલેટ લઈ લોકો વચ્ચે ગરબે ઘૂમે છે. આ નવતર પહેલના ભાગરૂપે જામનગર પોલીસ ગરબે રમવા આવતા શહેરીજનો વચ્ચે પહોંચે છે. અને તેઓની સાથે વાતચીત કરી 'SAY NO TO DRUGS' તથા સાયબર ક્રાઇમ બાબતે સંકલ્પ લેવડાવી ડ્રગ્સના દુષણ વિશે માહિતગાર કરે છે. સાથે સાથે નાટિકા પ્રસ્તુત કરી કઈ રીતે સાયબર છેતરપિંડીથી બચી શકાય તે અંગે પણ લોકોને અગત કરે છે.
જનજાગૃતિના આ નવતર અભિયાનને સફળ બનાવવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.બી. દેવધા, જે.એન. ઝાલા તથા એન.બી. ગોરડિયા, પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.એન. સેખ, પો.સ.ઈ શ્રી એચ.વી. ગોહીલ, એ.આર. પરમાર, પંચકોશી એ ડિવીઝન, સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા જામનગર જિલ્લાની શી ટીમે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech