બેડી માર્કેટ યાર્ડ સામે સરકારી જમીન પર ઉભેલી હોટલ, દુકાન, રેસ્ટોરન્ટ, ગેરેજ તોડી પડાયા

  • December 10, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લ ા કલેકટર તંત્રનું બુલડોઝર આજે મોરબી રોડ પર બેડી માર્કેટીંગ યાર્ડ સામે ફરી વળ્યું હતું. હોટલ, રેસ્ટોરન્ટ, ગેરેજ, દુકાનો મળી ગેરકાયદે છ બાંધકામો તોડી પડાયા હતા. પાંચ કરોડની જમીન ખુલ્લ ી કરાવાઈ હતી. ગત સાહે રૈયા રોડ પર મામલતદાર પિમની ટીમે ૫૦ કરોડની જમીન પર ઉભેલા દબાણો દુર કર્યા બાદ આજે મોરબી રોડ પરના આવા છ દબાણ હટાવીને ૧૨૫૦ ચોરસ મીટર સરકારી જમીન ચોખ્ખી કરાવાઈ છે.
બેડી માર્કેટીંગ યાર્ડની સામે જ રેવન્યુ સર્વે ૨૬૧ની સરકારી ખરાબા પૈકીની જમીન પર દ્રારકાધીશ રેસ્ટોરન્ટ નાસ્તા ગૃહ સહિત હોટલ, પાનની દુકાન, ગેરેજ, રેસ્ટોરન્ટ અને કેબીન ખડકી દેવાઈ હતી. આ દબાણ દુર કરવા માટે મામલતદારની ટીમ દ્રારા નોટીસ અપાઈ હતી. આમ છતાં આ દબાણ હટયા ન હતા. આજે નાયબ મામલતદાર તેજ બાણુગરીયા, રઘુવીરસિંહ વાઘેલા, તલાટી મંત્રી ભકિતબેન તેમજ અન્ય સ્ટાફે મળીને ડીમોલીશન હાથ ધયુ હતું. છએય બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. અંદાજે ૪.૫૦ થી ૫ કરોડની જમીન પર ખડકાય ગયેલા વાણીજય હેતુસરના પાકા બાંધકામો દુર કરીને ૧૨૫૦ ચો.મી. સરકારી જમીન પરના દબાણ ચોખ્ખા કરવામાં આવ્યા હતા. કલેકટર દ્રારા રાજકોટ જિલ્લ ામાં સરકારી જમીનો પર ઉભેલા ધાર્મિક તેમજ અન્ય એવા દબાણો તોડી પાડવા માટે અપાયેલી સુચના આધારે આજે વધુ એક ડિમોલીશન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application