રાજકોટમાં સતત બીજા દિવસે ગાંજો ઝડપાયો ૮.૬૦૦ કિલોના જથ્થા સાથે ત્રણ બિહારી ઝબ્બે

  • March 07, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્ર્વર બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે પાંચ ગાંજા સાથે બે શખસોનો ઝડપી લીધા બાદ સતત બીજા દિવસે શહેરમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે.ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે અહીંના લમીવાડી મેઇન રોડ તરફ જવાના રોડ પર કોઠારીયા કોલોની કવાર્ટરમાં દુકાનની ઉપર ઓરડીમાં ત્રણ બીહારી શખસોને .૮૬ હજારની કિંમતના ૮.૬૦૦ કિલો ગાંજાના સાથે ઝડપી લીધા હતાં.પોલીસે તેમની પાસેથી વજન કાંટો તથા પ્લાસ્ટિકના કોથળીઓ સહિત કુલ .૧.૦૩ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.આરોપીઓ ગાંજો ઓરિસ્સાથી લાવ્યા હોવાની કબુલાત આપી હતી.અહીં તે કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા અને કોને વેચાણ કરતા હતા? સહિતની બાબતો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ,જાણવા મળતી વિગતો મુજબ,ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.અમે.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એન.વસવા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે,લમીવાડી મેઇન રોડ તરફ જવાના રોડ પર કોઠારીયા કોલોની કવાર્ટર નં.૨૩ શીવશકિત ઓટો કન્સલ્ટનની દુકાનની ઉપર પતરાની ઓરડીમાં રહેતો નિરજ શાહત્પ નામના બીહારી શખસે પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો છે અને તે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.આ બાતમીના આધારે પોલીસે અહીં કવાર્ટરમાં દરોડો પાડયો હતો.
પોલીસે કવાર્ટરમાં તપાસ કરતા અહીં પતરાવાળા મમાંથી .૮૬ હજારની કિંમતનો ૮.૬૦૦ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગાંજા સાથે મૂળ બીહારના વતની અને હાલ અહીં કવાર્ટરમાં રહેતા નીરજ શીલધલ શાહત્પ(ઉ.વ ૨૦), સુમનકુમારસીંગ નીત્યાનંદસીંગ્ કુશવાહ(ઉ.વ ૩૩ રહે. હાલ કોઠારીયા કોલોની કવાર્ટર રાજકોટ મુળ બીહાર) અને બાસુકી ઉચિત શાહ(ઉ.વ ૨૧ હાલ રોલેકસ કારખાના ગોંડલ હાઇવે મૂળ બીહાર) ને ઝડપી લીધા હતાં.

પોલીસે દરોડો દરમિયાન અહીંથી ગાંજાનો જથ્થો ત્રણ મોબાઇલ ફોન,સીમકાર્ડ,વજન કાંટો,પ્લાસ્ટિકની ઝીપ કોથળીઓ નગં ૪૦૦ મળી કુલ .૧.૦૩ લાખનો મુદામાલ કબજે કરી આરોપીઓ સામે એનડીપીએમસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે અહીં શિવ ઓટો કન્સલ્ટન્ટની દુકાન આવેલી હોય જેના ઉપરના મળે ઓરડીમાં આરોપી નીરજ અનેસુમન કુમાર રહેતા હતા અને અહીં તેઓ ગાંજાનો વેપલો કરતા હતા. ગાંજાનો આ જથ્થો ઓરિસ્સાથી મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ કેટલા સમયથી અહીં ગાંજાનો વેપલો કરતા હતા અને કોને વેચતા હતા? તે અંગે પોલીસ તપાસ યથાવત રાખી છે


ઓરડીમાંથી વજન કાંટો, ૪૦૦ નગં કોથળી મળતા ઘણા સમયથી ગાંજાનું વેચાણ કરતા હોવાની શંકા

ઓરડીમાં દરોડો પાડતા અહીંથી પિયા ૮૬ હજારની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત વજન કાંટો અને પ્લાસ્ટિકની જીપવાળી ૪૦૦ નગં કોથળીઓ મળી આવી હતી. જેથી આરોપીઓ છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થનું વેચાણ કરતા હોવાથી મોટાભાગે ગાંજો તેઓ મજૂરોને વેચતા હોય તેવું જણાઈ રહ્યું છે. પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application