ગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર

  • November 18, 2024 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન અધિકારીઓએ થોડા સમય પહેલા અનમોલની તેમના દેશમાં હાજરીની પુષ્ટિ કરી હતી. આ પછી મુંબઈ પોલીસે અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ ઘટના થોડા દિવસો પછી પ્રકાશમાં આવી.


ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકામાં ઝડપાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનમોલની કેલિફોર્નિયામાં અટકાયત કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ થોડા સમય પહેલા અનમોલની તેમના દેશમાં હાજરીની પુષ્ટિ કરી હતી. આ પછી મુંબઈ પોલીસે અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ ઘટના થોડા દિવસો પછી પ્રકાશમાં આવી. અનમોલ બિશ્નોઈને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ ગુનાઓમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.


નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં અનમોલ બિશ્નોઈ વિશે માહિતી આપનારને ₹10 લાખના ઈનામની જાહેરાત કરી હતી. NIAએ 2022માં નોંધાયેલા બે કેસમાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગયા મહિને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ કોર્ટ (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ- MCOCA)માં અરજી દાખલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માંગે છે.


હાઈપ્રોફાઈલ ગુનાઓમાં આરોપી

લોરેન્સ અને અનમોલ બિશ્નોઈને 14 એપ્રિલે બાંદ્રા વિસ્તારમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલામાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને અનમોલ બિશ્નોઈને આરોપી બનાવ્યા છે. અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની જવાબદારી લીધી હતી, ત્યારબાદ તેની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News