જામકંડોરણામાં કાપડનો વ્યવસાય કરતા મૂળ બંધિયાના વતની વેપારીને હનીટ્રેપમાં ફસાવી રાજકોટની મહિલા સહિત ચાર શખ્સે સાથે પ્રથમ સવા લાખ ખંખેર્યા બાદ વેપારીના કાકાને ફોન કરાવીને વધુ 6 લાખ આંગડિયાથી મંગાવી વેપારીને બેફામ માર મારી નાણા ખંખેરનાર ટોળકીને ગણતરીના જ દિવસોમાં ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જામકંડોરણામાં કાપડનો વ્યવસાય કરતા વેપારી શૈલેષભાઈ કાડીયાને થોડા દિવસ પૂર્વે પૂજા નામની યુવતીનો ફોન આવ્યો હતો અને વેપારીને સાતોદડ મળવા બોલાવતા શૈલેષ પોતાની કાર લઈને યુવતીને મળવા પહોંચ્યો હતો.
ત્યારે પૂજા શૈલેષની કારમાં બેસી ગઈ હતી,બાદમાં અવાવરું અવર જવર ન હોય તેવી નદી વાળી જગ્યા આવતાં પૂજાએ લઘુશંકાનું
બહાનું કરી કાર ઉભી રાખતા બન્ને નીચે ઉતર્યા હતા ત્યારે અચાનક જ રાજકોટના આજીડેમ વિસ્તારમાં રહેતા ચાર શખ્સ બાઇકમાં ધસી આવ્યા હતા.
એક શખ્સે પુજાને એક લાફો મારીને બાઇકમાં બેસાડીને લઇ ગયો હતો અને બીજા ત્રણ શખ્સે વેપારી શૈલેષને મારકૂટ કરી તેની જ કારમાં તેનું અપહરણ કરી જામનગર લઇ ગયા હતા ત્યાં આખો દિવસ એક જગ્યાએ ગોંધી રાખ્યો હતો.
તેમજ વેપારી પાસે રહેલા એકથી સવા લાખ રૂપિયા લૂંટી લીધા હતા આ ઉપરાંત શૈલેષને તેના કાકા હરિભાઈ ના ફોનમાં વાત કરાવી જામનગરમાં કપડા સસ્તા મળે છે અને આઠથી દસ લાખ ની કિંમત ના કપડા છ લાખમાં મળી જશે જેથી પૈસા મોકલો જેથી વધુ નાણાં મંગાવી આરોપીઓએ અપવૃત શૈલેષને જામનગર ચોકડીએ મુક્ત કરી નાસી છૂટ્યા હતા
ભોગ બનનાર શૈલેષે જામકંડોરણા પાછા આવીને બેડી ગામની પૂજા, સાગર ઠુંગા, વિપુલ સુસરા, રાધે કોળી અને વિશાલ સામે ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ અને રાજકોટ તેમજ જામનગર પોલીસે સંયુક્ત કામગીરી થકી અને ટેપમાં નાણાં પડાવનાર આરોપીને ઉઠાવી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.