સુરતમાંથી એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. થોડાક દિવસો પહેલા વડોદરાના ભાયલીમાં થયેલા સામૂહિક દુષ્કર્મની કેસની પેટર્ન પર જ સુરતમાં પણ સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી છે. એક સગીરાને કેટલાક યુવકો મોડી રાત્રે અવાવરૂ જગ્યાએ લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતુ. હાલમાં આ ઘટનાની તપાસમાં જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સહિત ડોગ સ્ક્વોડ દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે.
ગુજરાતમાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ફરી એકવાર તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. તાજેતરમાં જ સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર સગીરા તેના મિત્રો સાથે મોડી રાત્રે જઇ રહી હતી, ત્યારે તેની સાથે આ સામૂહિક દુષ્કર્મ થયું હતું. સગીરા મિત્ર સાથે હતી તે સમય દરમ્યાન અવાવરું જગ્યાએ ત્રણ જેટલા નરાધમો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો. અને ત્યારબાદ સગીરા સાથે અજાણ્યા લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસને જાણ થતા જ હાલ કોસંબા સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. સગીરાનું પોલીસ મથકે નિવેદન લેવામાં આવી રહ્યું છે. ખાસ વાત છે કે, આ સમગ્ર કેસ થોડાક દિવસો પહેલા બનેલી વડોદરાના ભાયલી કેસ જેવી જ છે.
થોડાક દિવસો પહેલા વડોદરાના ભાયલીમાં થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ભાયલીમાં સગીરા પર સામૂહિક ગેંગરેપ્ના કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. ઘટના સ્થળ પરથી મહત્વના પૂરાવા મળ્યા બાદ કેસમાં અનેક કડીઓ મળી હતી, આ સમગ્ર ઘટનાનો ભેદ લૂંટ ચલાવેલા મોબાઈલ પરથી ઉકેલાયો હતો. આ પછી વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની સંયુક્ત કામગીરીમાં ઘટનાના 48 કલાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આજે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં જાણકારી આપી હતી કે, સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે, આ સમગ્ર ઘટનાનો ભેદ લૂંટ ચલાવેલા મોબાઈલ પરથી ઉકેલાયો હતો. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં 27 વર્ષનો મુન્ના અબ્બાસ બણઝારા, 36 વર્ષનો આફ્તાબ બણઝારા, 26 વર્ષનો શાહરુખ બણઝારા દુષ્કર્મના આરોપીઓ છે. પોલીસે આ ત્રણેય પાસેથી એક બાઈક પણ જપ્ત કરી છે. ખાસ વાત છે કે, ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના છે અને 10 વર્ષ અગાઉ આરોપીઓ વડોદરામાં આવ્યા હતા અને આરોપીઓ અહીં કંસ્ટ્રક્શન સાઈટમાં કામ કરી રહ્યાં હતા.
ભાયલીમાં દુષ્કર્મ કેસમાં પોલીસે 1000 સીસીટીવી ચેક કયર્િ
સૂત્રોએ જાણકારી આપી હતી કે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. તમામ આરોપીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. બપોર બાદ પોલીસ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે ચકચારી ગેંગરેપ કેસમાં સરકારે ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech