જેતપુરના બળદેવ ધાર વિસ્તારમાં રામદેવપીરના મંડપના દર્શન કરવા આવેલ બે મહિલાઓના ગળામાંથી સોનાના ચેઇન નજર ચૂકવી ચોરી લીધાની ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદમાં એલસીબીએ પૂર્વ બાતમીને આધારે બે પુષો અને ચાર મહિલા સાથેની આખી ગેંગ ઝડપી તેની પાસેથી ચોરાયેલ સોનાના ચેઇનનો ઢાળીયો, ઇકો કાર, ઓટો રીક્ષા તેમજ ૨૫,૫૦૦ પિયાની રોકડ રકમ કબ્જે કરી હતી.
શહેરના બળદેવધાર વિસ્તારમાં રામદેવજી મહારાજનો જોડિયા સ્તંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત ૧૩ તારીખના રોજ રાજીબેન એભાભાઈ ઓડેદરા અને સુમિતાબેન વાધિયા મંડપના દર્શન કરવા પોતપોતાના પરીવાર સાથે ગયેલ હતાં. ત્યારે કોઈએ નજર ચૂકવી બંનેના ગળામાંથી સોનાના ચેઇનની ચોરી કરી હોવાની ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. આ ફરીયાદ બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી અને સ્થાનિક જગ્યાના સીસીટીવી તેમજ મંડપ કાર્યક્રમ દરમિયાન થયેલ વિડીયોગ્રાફીનું જીણવટભયુ નિરીક્ષણ કરતા કેટલીક મહિલાઓ અને પુષ શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડા હતાં.
જેમાં એલસીબીને બાતમી મળેલ હતી દેરડી રોડ પર એક ઇકો કાર અને ઓટો રીક્ષા લઈ બે પુષો અને ચાર મહિલા શંકાસ્પદ હાલતમાં ઉભા છે. જે બાતમીને આધારે એલસીબી સ્ટાફ ત્યાં જઈ પોલીસ સ્ટેશન લાવી યુકિત પ્રયુકિતથી પૂછપરછ કરતા ચોરીના ગુનાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે દીનેશભાઇ ઉર્ફે દીલો સામતભાઇ સોલંકી, રહે. વિઝીંવડ, દેવીપુજક વાસ, તા.ગોંડલ, રમેશભાઇ ઉર્ફે જેરામ બાબુભાઈ ચુડાસમા, રહે. માલીયાસણ ગામ, ઝુંપડપટ્ટી વિસ્તાર, દૈયાબેન રમેશભાઈ ઉર્ફે જેરામ બાબુભાઇ ચુડાસમા, રહે. માલીયાસણ, ઝુંપડપટ્ટી, રાજકોટ, શાંતીબેન કિશોરભાઈ સોલંકી, રહે. ખાપટ વિસ્તાર ઝુંપડપટ્ટી, પોરબંદર, વિજયાબેન ઉર્ફે વિજુબેન દીનેશભાઇ સોલંકી, રહે. વિઝીંવડ, દેવીપુજક વાસ, તા. ગોંડલ અને કિરણબેન જયભાઈ સોલંકી, રહે. વિઝીવડ, દેવીપુજક વાસ, તા.ગોંડલની ધરપકડ કરી હતી. અને તેઓની પાસેથી ઇકો કાર, ઓટો રીક્ષા, સોનાનો ઢાળીયો ૧૬,૫૦૦ ગ્રામ કિંમત પિયા બે લાખ અને ૨૫,૫૦૦ રોકડા કબ્જે કર્યા હતાં