૪૧ લાખની રોકડ, ટ્રક સહિત ૫૪.૧૧ લાખનો મુદામાલ કબ્જે : મોરબીની ભંગારના ધંધાર્થીની ગેંગ ઝબ્બે
જામનગરમાં વિજ કંપનીના સ્ક્રેપનો માલ વે બ્રીજ નીચે જેક મારીને છેતરપીંડી આચરતી ગેંગને જામનગર પંચકોશી-બી પોલીસે પકડી પાડી છે, ૪૧ લાખની રોકડ, એક ટ્રક મળી કુલ ૫૪.૧૧ લાખનો મુદામાલ કબ્જે લીધો છે અને મોરબીની ભંગારનો ધંધો કરતી છ શખ્સોની ટોળકીને દબોચી લીધી છે.
રેન્જ આઇજી અશોક કુમારની સુચના મુજબ જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં છેતરપીડીના દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના આપેલ હોય જે સુચના મુજબ જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા તથા ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ છેતરપીંડીના દાખલ થયેલ ગુન્હાઓમાં અસરકારાક કામગીરી કરી વધુમા વધુ રીકવરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
જે દરમ્યાન તા.૨૧/૦૩/૨૦૨૫ થી તા.૧૬/૦૪/૨૦૨૫ સુધીના સમય દરમ્યાન જામનગર દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૨ વિશાલ વે-બ્રીજ કાંટાની સામે એપલ ગેઇટ-૨ કચેરીની રિઝયોનલ સ્ટોર ઓફીસ (આરએસઓ) ખાતે આરોપી જય બાલાજી એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટર-મોરબી તથા મેલડી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર-મોરબી તથા બન્ને પેઢી દ્વારા માલ ભરવા માટે મોકલેલ માણસો દ્વારા અગાઉ થી પુર્વ આયોજીત કાવત્રુ રચી કાવતરાના ભાગપે વે-બ્રીઝની નિચે માણસ મોકલી તે માણસ દ્વારા વે-બ્રીઝ નિચે જેક મારી ખરેખર વજનમાં ઘટાડો કરાવી ફરીયાદી તથા સાહેદ નિસર્ગ સ્ટાર પેઢીના ધર્મેશભાઇ તથા રમેશભાઈને વિશ્વાસમા લઇ છેતરપીંડી કરી ફરીયાદીનો કુલ ૬૦,૮૯૨ કી.ગ્રા.નો સ્ક્રેપનો માલ ભરી જઇ તેની સામે વે-બ્રીઝના કાંટા પર ફરીને ૪૨,૬૫૦ કી.ગ્રા.ના સ્કેપના માલ બતાવે તે રીતેની છેતરપીંડી કરી ફરી. સાથે કુલ ૧૮,૨૪૨ કી.ગ્રા. એલ્યુમીનીયમ સ્ક્રેપ જેની કીમત રૂપીયા ૪૧,૬૮,૩૧૫ની ફરીયાદી તથા સાહેદોને વિશ્વાસમા લઇ છેતરપીડીનો ગુન્હો બનેલ હતો.
જે અંગે ફરીયાદી નુરમામદભાઇ વલીમામાદભાઈ ખીરા રહે-જામનગર રણજીતસાગર નીલકંઠનગર, મુળ લાખાબાવળ તા.જી.જામનગર વાળાએ આ બનાવ અનુસંધાને ફરીયાદ આપતા પંચ બી ડીવી. પો.સ્ટેશનમાં દાખલ થયો હતો. ઉપરોક્ત છેતરપીંડીના ગુન્હાના બનાવ અનુસંધાને છેતરપીંડી આચરનાર આરોપીઓની તથા મુદામાલની તપાસમા વી.જે રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન અગાઉ એક અટક થયેલ આરોપીની પુછપરછ કરતા મળેલ માહીતી મુજબ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. ભયપાલસિંહ જાડેજા તથા જયપાલસિંહ જાડેજોએ સી.સી.ટી.વી. ફૂટેજ આધારે તપાસ કરતા સંયુક્ત હકીકત મળેલ કે, સદર ગુન્હાના બનાવમા છેતરપીંડી આચરનાર આરોપીઓ આઈસર ટ્રક નં.જીજે-૧૪-એકસ-૫૮૩૮ સાથે મોરકંડા ગામના પાટીયા પેહલા આવેલ સિધ્ધેશ્વર મહાદેવના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ટ્રક અંદર રાત્રી રોકાણ કરી ઉભેલ છે તેવી હકીકત આધારે તુરંત જ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપીઓ મળી આવેલ તેમજ તેઓની ઝડતી તપાસ દરમ્યાન છેતરપીંડી આચરેલ ગુન્હાના મુદામાલના વહેચાણના રોકડ ૪૧,૧૦,૦૦૦ તથા ગુન્હો આચરવામા ઉપયોગ લીધેલ ટ્રક કી. ૧૩,૦૦,૦૦૦ તથા અગાઉ અટક થયેલ આરોપી પાસેથી મળી આવેલ જેક કિ.રૂ.૧૫૦૦ મળી કુલ મુદામાલ કિ. ૫૪,૧૧,૫૦૦ (ચોપ્પન લાખ અગીયાર હજાર પાચસો) મળી આવતા રોકડ રકમ તથા મુદામાલ કબ્જે કરી આરોપીઓને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં આકાશ ધોઘાભાઇ કુંઢીયા ઉ.વ.૨૧ ધંધો.ભંગારનો રહે. ભીમસર વાસ ત્રણ માળીયા, પાવર હાઉસની બાજુમા, વેજીટેબલ રોડ મોરબી, વિકાસ ઉર્ફે ગુલ્લુ કિશોરભાઇ પનસારા ઉ.વ.૨૭ ધંધો.ભંગારનો વેપાર રહે.લીમસર વાસ પાવર હાઉસની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી, અજય કુવરજીભાઇ વીકાણી ઉ.વ.૨૪ ધંધો.ભંગારનો વેપાર રહે.હાલ રહે નવલખી રોડ લાઇસનગર સરમણીયા દાદાની બાજુની શેરી, પાણીના ટાકા પાસે, મોરબી મુળ રહે. ભીમસર વાસ, મફતીયાપરા, અરુણા મારબલની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી.
અર્જુન રાજુભાઇ ભોજવીયા ઉ.વ.૨૮ ધંધો.ભંગારનો વેપાર રહે.મહેન્દ્રનગર, મંગલમ ઇન્ડસ્ટ્રીઝ, કોસ્મો સીરામીકની બાજુમા પાવર હાઉસ પાસે મોરબી, નિતેશ ઉર્ફે હિતેશ લાભુભાઇ કુંઢીયા ઉ.વ.૩૩ ધંધો.ભંગારનો વેપાર રહે.મહેન્દ્રનગર, ઇન્દીરાનગર, ખોડીયાર માતાના મંદીર પાસે, શેરી નં.૦૪, મોરબી, તથા રોહીત ઉર્ફે રાહુલ કુવરજીભાઇ વીકાણી ઉ.વ.૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.નવલખી રોડ લાઇસનગર સરમણીયા દાદાની બાજુની શેરી પાણીના ટાંકા પાસે મોરબી મુળ રહે. ભીમસર વાસ, મફતીયાપરા, અણા મારબલની બાજુમા, વેજીટેબલ રોડ મોરબીનો સમાવેશ થાય છે.
આરોપીઓની મોડેસ ઓપરેંડી...
આ કામેના આરોપીઓ ભંગારનો વેપાર કરતા હોય અને કોઇ પણ પેઢી/કંપનીનો ભંગારનો માલ વહેચાણ અર્થે રાખી તમામ આરોપીઓ મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી ભંગારનો માલ ભરવા માટે પેઢી/ભંગારના વાડા ખાતે જઇ માલ ભરવા માટે તેમના માણસો તથા મજુરો મોકલતા હોય અને તે માણસો તથા મજુરો પોતાની ગાડી/ટ્રકમાં માલ ભરાઇ ગયે ગાડી/ટ્રકનો વે-બ્રીજમાં કાંટો કરાવવા માટે જાય તે પહેલા પુર્વ આયોજીત કાવરતાના ભાગપે અગાઉથી જ આરોપીઓ પૈકી કોઇ એક માણસ વહેલી સવારના વે-બ્રીઝ (વજન કાંટા)ની નિચે મોકલી તે માણસ દ્વારા વે-બ્રીઝ (વજન કાંટા) નિચે લોખંડનો જેક મારી ગાડી/ટ્રકમાં ભરેલ ભંગારના માલમા ખરેખર થતા વજનમાં ઘટાડો કરી છેતરપીંડી કરવાનો એમ.ઓ. ધરાવે છે.