ઘર પર પથ્થરો ફેકવા બાબતનું મનદુ:ખ કારણભુત : સામ સામી નોંધાવાતી ફરીયાદ
જામનગરના દેવનગર રેલ્વેના પાટા સામેના વિસ્તારમાં ઘર પર પથ્થરો ફેકવા બાબતના મનદુ:ખમાં બે જુથ વચ્ચે મારામારી થઇ હતી, જેમાં કાકા-ભત્રીજા સહિત કુલ ચારને ઇજા પહોચી છે પાઇપ, ધોકા, છરી વડે સામ સામા હુમલા કરાયાની વળતી ફરીયાદો દાખલ થઇ છે.
જામનગરના બાવરીવાસ દેવનગરમાં રહેતા શૈલેષ પ્રફુલભાઇ ટુવા (ઉ.વ.40)ના ભત્રીજા મિતેશને આરોપીઓ સાથે ઘર પર પથ્થરો ફેકવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખીને તા. 20ના દેવનગર રેલ્વેના પાટા સામેના વિસ્તારમાં આરોપીઓએ છરી, લાકડાના ધોકા વડે ઘસી આવીને શૈલેષભાઇના દરવાજાને લાત મારીને તોડી નાખ્યો હતો.
ઉપરાંત ફરીયાદી તેમજ તેનો ભત્રીજો બહાર આવતા આરોપીઓએ છરી, ધોકા વડે હુમલો કર્યો હતો જમેાં શૈલેષભાઇને ગાલ પર છરકો, માથામાં હેમરેજ જેવી ઇજા અને મિતેશને માથામાં છરીનો છરકો મારી તેમજ ધોકા વડે હાથમાં મુંઢ ઇજા પહોચાડી હતી. ઉપરાંત બંનેને અપશબ્દો બોલી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી આ બનાવ અંગે શૈલેષભાઇએ સીટી-સી ડીવીઝનમાં બાવરીવાસમાં રહેતા અર્જુન વિજય કોળી તથા રોહીત જીવણ ડાભી નામના બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.
સામા પક્ષે ખુલ્લા ફાટક બાવરીવાસમાં રહેતા અર્જુન વિજયભાઇ કોળી (ઉ.વ.19) નામના યુવાને સીટી-સીમાં વળતી ફરીયાદ બાવરીવાસ પાસે રહેતા શૈલેષ પ્રફુલ ટુવા તથા મિતેશ મેહુલ ટુવા આ બંનેની વિરુઘ્ધ કરી હતી જેમાં જણાવ્યુ હતું આરોપીના ઘર પર કોઇએ પથ્થરોના ઘા કરેલ હોય જે ઘા ફરીયાદી તેમજ સાહેદે કરેલ છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ પાઇપ અને છરી વડે હુમલો કરીને ફરીયાદીને મુંઢ ઇજા કરી હતી તેમજ સાહેદ રોહીતને માથામાં પાઇપ વડે મુંઢ ઇજા પહોચાડી હતી તેમજ ફરીયાદીને છરી વડે છરકા કરી બંનેને અપશબ્દો બોલી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech