BREAKING NEWS

ચાલુ વીજ લાઇનમાંથી વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઇ

  • April 24, 2026 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જામકંડોરણા પંથકમાં પીજીવીસીએલની ચાલુ લાઈનમાંથી વાયર કાપી ચોરી કરતી ગેંગને રલ એલસીબીએ ઝડપી લીધી છે. પોલીસે આ ગેંગ પાસેથી વાયર, બે કાર સહિત .૧૫.૨૭ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.ચાલુ વીજપ્રવાહ જંપર વડે બધં કરી એલ્યુમીનીયમના વાયરો કટર વડે કાપી બોલેરોમાં ભરી કાર વડે પાયલોટીંગ કરી ચોરી કરેલ મુદામાલ બાબરા પહોંચાડી દેતા હતાં.રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લાના વણશોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવાની આપેલ સુચનાથી રલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી દરમિયાન જામકંડોરણા પોલીસ મથક વિસ્તારમાં જીઈબીના ચાલુ વીજપ્રવાહ જંપર વડે બધં કરી એલ્યુમીનીયમના વાયરો કટર વડે કાપી ચોરી કરી હોય તેમજ આવો જ બનાવ ગઈકાલે વીરપુર પોલીસ મથક વિસ્તારમાં પણ બન્યો હતો. જે ટોળકીને ચોરીના મુદામાલ સાથે કાગવડ ગામના પાટીયા પાસેથી ઝડપી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓમાં પ્રતાપસિંહ પુનમસિંહ ચૌહાણ (રહે. નાઇકલાં, બ્યાવર, હાલ રહે. નાગબાઇની ધાર પાસે જામકડોરણા), ગોપાલસિંહ લમણસિંહ રાવત (રહે, બડ કોદચરા બ્યાવર, હાલ રહે. નાગબાઇની ધાર પાસે જામકડોરણા), ભગવાનસિંહ ગોપાલસિંહ ચૌહાણ, (રહે. નાઇકલા, બ્યાવર, હાલ રહે. નાઇબાઈની ધાર પાસે જામકડોરણા), ) શોભાગસિંહ નવલસિંહ રાવત (રહે. નાઇકલા, બ્યાવર, હાલ રહે. નાગબાઇની ધાર પાસે જામકડોરણા), સાજીદ લતીફ પારેખ (રહે. લાઠી સેતા પાટી,અમરેલી) અને નીસાર ઉર્ફે ટીનો ઓસમાણ સેતા (ઉ.વ.૩૫, રહે.લાઠી પાણીના ટાંકા પાસે અમરેલી) નો સમાવેશ થાય છે. યારે બાબરાનો સરફરાજ કટારીયા, બાબરા અમરાપર ગામનો મુસ્તાક ઈસા ઘાચી અને હાલ હરિયાસણ રહેતો મૂળ રાજસ્થાની ગોપાલસિંહ મોહનસિંહ સુરાડીયાના નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ગઈ તા. ૧૦ ના જામકંડોરણાના રામપર ગામના પાટીયા નજીકથી પી.જી.વી.સી.એલ.ના થાભલા ઉપરથી એલ્યુમીનીયમના વાયર કાપી ચોરી કરેલ જે ચોરી પ્રતાપસિંહ ચૌહાણ, ભગવાનસિંહ ચૌહાણ તથા ગોપાલસિંહએ ભેગા મળીને કરેલ અને વાયર ભરવા વેંચાણથી લેવા માટે સાજીદ પારેખ અને સરફરાજએ લઇ જઇ બાબરાના મુસ્તાક ચોટલીયાને વેંચી નાખેલ જે પીયા આવેલ તેમાંથી ભાગ પાડેલ હતો. જયારે ગઈ તા.૧૫ ના જામકંડોરણાના આંચવડથી હરીયાસણ તરફ સીમમાં પી.જી.વી.સી.એલ.ના થાભલા ઉપરથી એલ્યુમીનીયમના વાયર કાપી ચોરી કરેલ જે ચોરી પ્રતાપસિંહ ચૌહાણ, ભગવાનસિંહ ચૌહાણ તથા ગોપાલસિંહએ ભેગા મળીને કરેલ અને વાયર ભરવા વેંચાણથી લેવા માટે સાજીદ પારેખ, સરફરાજએ લઇ જઇ બાબરાના મુસ્તાક ચોટલીયાને વેંચી નાખેલ તેમજ વિરપુર પોલીસ મથકના થોરાળા ગામની સીમ વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.ના થાભલા ઉપરથી એલ્યુમીનીયમના વાયર કાપી ચોરી કરેલ જે વાયર વેંચાણથી લેવા માટે સાજીદ પારેખ, નાશીર ઉર્ફે ટીનો મુદામાલ સાથે પકડાય ગયેલ હતાં. પોલીસે હાલ રોકડા .૧.૧૪ લાખ, એલ્યુમિનિયમ વાયર ૩૨૦ કિલો .૧.૬૩ લાખ, કિયા અને બોલેરો કાર સહિત કુલ .૧૫.૨૭ લાખનો મુદામાલ કબજે કર્યેા છે. આ કામગીરીમાં રલ એલસીબી પીઆઈ વી.વી ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ કે.એમ.ચાવડા , એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણી તથા ટીમ સાથે રહી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application