BREAKING NEWS

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની પાસે મોબાઇલ લુંટી છરીનો ઘા ઝીંકી દેનાર બેલડી ઝડપાઇ

  • May 15, 2026 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ  સૌરાષ્ટ્ર હાઇસ્કુલની સામે જે.પી.ટુ. આવાસના સિક્યુરિટી ગાર્ડ પાસેથી મોબાઈલ ઝુંટવી છરી ઝીંકી દેવામાં આવી હતી. આ ગંભીર બનાવને લઇ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હનુમાનમઢી પાસે રહેતા બે શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે મોબાઇલ- બાઇક સહિત રૂ.૫૮ હજારોનો મુદ્દામાલ કબજે કર્યો છે. સહકાર મેઈન રોડ પર શ્રી નગર શેરી નં.૪ માં રહેતાં કમલેશભાઈ જયંતીભાઈ ડોડીયા (ઉં.વ.51) જેઓ છેલ્લા સવા બે વર્ષથી શ્રી રાજ સિક્યુરિટીમાં પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા. ૧૦ ના રાત્રિના દસ વાગ્યે નોકરીના સ્થળ ઉપર જે.પી.ટુ. આવાસના નવા બનતા બિલ્ડીંગ જે સૌરાષ્ટ્ર હાઇસ્કુલની સામે સિક્યુરિટી ગાર્ડમાં નોકરી ઉપર આવેલ હતાં. તેઓ સાઇટ ઉપર ચોકીદારી કરતો હતો તે દરમ્યાન તા. ૧૧ ના હાજર હતા તે વખતે એક અજાણ્યો માણસ પાસે આવેલ અને જણાવેલ કે, કાકા કેટલા વાગ્યા ટાઈમ જોઈ દો બાદમાં આ શખસે પ્રૌઢનો મોબાઇલ લુંટી લીધો હતો. બાદમાં પીછો કરતા પ્રૌઢને છરી ઝીંકી દીધી હતી. બનાવને નહીં ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલીયા, એમ.એલ ડામોર, સીએચ જાદવની રાહબરીમાં પીએસઆઇ એ.એન. પરમાર તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા તથા ગોપાલભાઈ પાટીલને મળેલી બાતમીના આધારે આ લૂંટમાં હનુમાન મઢી પાસે શિવ પાર્કમાં રહેતા સાહિલ ફિરોજભાઈ સુમરા (ઉ.વ. 27) અને આર્યન રાજેશભાઈ કાલે (ઉ.વ. 18) ને ઝડપી લીધા હતા. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન અને બાઈક સહિત રૂ. 58,000 નું મુદ્દામાલ કબજે કર્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application