લોધેશ્વર સોસાયટીમાંથી બે માસ પહેલાં આઠ મોટા બકરાની ચોરી થઇ હતી. જે અંગે માલવીયાનગર પોલીસે તપાસ કરી બકરા ચોરનાર ગેંગને ઝડપી લીધી હતી. આ ગેંગ દ્વારા બે વિસ્તારમાંથી બકરા ચોરી કર્યાની કબુલાત આપવામાં આપી હતી. પોલીસે તપાસમાં એવી વિગત સામે આવી હતી કે, બકારની ચોરી કર્યા બાદ આ ટોળકીએ રૂ.૮૫ હજારમાં આ બકરા વેચી દીધા હતાં. ચોરી સમયે જે કારનો ઉપયોગ કર્યો હતો તે કાર તે સેલ્ફ ડ્રાઇવ પર ભાડે લાવ્યા હતાં. પોલીસે આરોપી પાસેથી બકરા ચોરી કરી મેળવેલા રૂપિયામાંથી રૂ.૭૦ હજાર રોકડ અને કાર કબજે કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર આવેલી લોધેશ્વર સોસાયટીમાં બે માસ ઘરની બહાર ઓરડીમાં રાખેલ બકારની ચોરી થયાનો બનાવ બન્યો હતો.જે અંગે માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે તપાસ ધરી બકારની ચોરી કરનાર ગેંગને ઝડપી લીધી હતી.જેમાં ભકુલ ઉર્ફે ઠેબો ચૌહાણ(ઉ.વ ૨૯, વિક્રમ દાનાભાઇ ચૌહાણ(ઉ.વ), રાહુલ ઉર્ફે આકાશ જેસીંગભાઇ ચૌહાણ(ઉ.વ ૨૪),, નવઘણ શામજીભાઇ સિંધવ(ઉ.વ ૩૨) અને કિશન નાનજીભાઇ સિંધવ(ઉ.વ ૨૬ રહે. તમામ ૮૦ ફૂટ રોડ આજીડેમ ચોકડી પાસે) નો સમાવેશ થાય છે.
લોધેશ્વર સોસાયટીમાંથી આરોપીઓએ જેના બકરા ચોર્યા તે પરિવાર ગરીબ હતો અને બકરા તેમનાં માટે રોજીરોટીનું સાધન હતા. જેને કારણે આ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ સ્થિતિમાં માલવીયાનગરના પીઆઈ જે.આર. દેસાઈ અને પીએસઆઈ એમ.જે. ધાધલે ઘણાં સીસીટીવી કેમેરા જોઈ, ઘણાં દિવસની તપાસના અંતે આરોપીઓને ઝડપી લીધા હતા.
આરોપીઓ સ્વીફટ કારમાં જઈ બકરા ચોરી કરતા હતા. જે કાર ઉપરાંત બકરા ચોરી કરી મેળવેલા રૂા.૭૦ હજાર પણ પોલીસે કબજે કર્યા હતા. પુછપરછમાં આરોપીઓએ બે મહિના પહેલાં પોપટપરા સ્મશાન પાસેથી પણ ત્રણ બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે. આ બકરા ચોરી કરી ટોળકીએ રૂ.૮૫ હજારમાં આ બકરા વેચી દીધા હતાં. ચોરી સમયે જે કારનો ઉપયોગ કર્યો હતો તે કાર તે સેલ્ફ ડ્રાઇવ પર ભાડે લાવ્યા હતાં.
આરોપી વિક્રમ સામે ચોરી સહિતના ચાર, આરોપી રાહુલ સામે પણ ચોરી સહિતના ત્રણ અને આરોપી નવઘણ સામે પણ ચોરી સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે.આ કામગીરી પીઆઇ દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.ધાધલ,એ.એસ.આઇ. હીરેનભાઇ પરમાર,અજયભાઈ વિકમા, દિનેશભાઇ બગડા,મનીષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટી, ચિત્રકેતુસિંહ ઝાલા અને અમરદિપસિંહ જાડેજાએ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech