ગણેશમહોત્સવ: ગણપતિને ઘરે લાવતા પહેલા જાણો ‘શ્રી ગણેશ’ એટલે શું?

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણેશ, ગણ, સમુહ, દેવતાઓના ઈશ-સ્વામી એટલે ગણેશ. ગણનો અર્થ પાલનકર્તા પણ થાય છે. મહર્ષિ પાણીનીના કથન અનુસાર ગણ એટલે ‘અષ્ટવસુ’ એટલે કે આઠેય દિશા. ગણપતિ આઠ દિશાના સ્વામી હોવાનું માનવામાં આવે છે. તેમની રજા વગર એક પણ દિશાના દેવતા પાસેથી ઈચ્છિત મેળવી શકાય નહીં. પ્રથમ ગણપતિનું પૂજન કરાય ત્યારબાદ દિશાઓના સ્વામીને પ્રવેશ મળે છે. કહેવાય છે કે, કોઈ પણ પુણ્યકાર્ય કે શુભકાર્યને સિધ્ધ કરવા માટે દશેય દિકપાલની આહવાન, પ્રસન્નતા અને આશીર્વાદ જરૂરી છે. આથી ગણપતિની પ્રથમ પૂજા કરવામાં આવે છે. એ સમસ્તના સ્વામીછે તે ગણેશ.  શાસ્ત્રોમાં કહેવાયું છે કે ‘ક્લો ચંડી વિનાયક‘ એટલે કે કળિયુગમાં ચંડી અને ગણપતિની પૂજા શ્રેષ્ઠ ગણવામાં આવે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application