સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. આ સાથે તેમણે કહ્યું કે, કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી.
ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, બહારના લુખ્ખાઓએ ગોંડલની સીટ માટે લાળ ટપકાવવી નહીં. જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે અને ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, જે લોકો ગોંડલને મિરઝાપુર ગણાવે છે તે આવારા તત્વો છે.
એ સાથે જ આજે ગોંડલમાં સગીર છાત્રોના વિવાદનો અંત આવ્યો છે. બંને પાટીદાર - ક્ષત્રિય સમાજના ફરિયાદી પક્ષો ગોંડલ રિવર સાઈડ પેલેસમાં પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. જેમાં જયરાજસિંહ એ કહ્યું હતું કે દરેક સમાજનો હું આભાર માનું છું. ગોંડલને બદનામ કરવામાં કોઈ કંઈ બાકી રાખતું નથી.આવી બધી વાતમાં નહીં પડતા શાંતિ અને સલામતીનું આ પરિણામ છે.જ્યારે ગોંડલની બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળી જવાબ આપીશું.
એ પછી ગણેશ જાડેજાએ કહ્યું હતું કે છેલ્લા 4 ,5 દિવસથી ગોંડલ ને બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલને જે મિરઝાપુર ગણે છે એવા ગોંડલના યુવાન તરીકે આવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ગોંડલ ભગવતસિંહજી નું ગોકુળિયું ગોંડલ છે. અહીંયા સમાજના વાળા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMપંજાબ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
April 16, 2025 12:54 PMઆ 5 લોકોએ ભૂલથી પણ ન કરવી જોઈએ નાળિયેર પાણી પીવાની ભૂલ
April 16, 2025 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech