રાહત કમિશનર જેનું દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી તથા આગામી તા.૧૪ જુલાઈ, ૨૦૨૪ સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ./ એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ છે.
આરોગ્ય વિભાગ સાથે ઋતુ જન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરએ સૂચના આપી હતી.
રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગના તથા ઈન્ડિયન એરફોર્સ ના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech