ગાંધીજીના સ્વચ્છતાના સિદ્ધાંતને ગામડાઓએ કર્યો આત્મસાત

  • October 22, 2024 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીજીના સ્વચ્છતાના સિદ્ધાંતને શહેર કરતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ વધુ આત્મસાત કર્યો હોય તેમ ઠેર ઠેર પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઇ રહી છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે.
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશ અંતર્ગત પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાની સફાઈ, ગામના ચોરાની સફાઈ, જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ પ્લાસ્ટીક એકત્રીકરણ કરી એકઠો થયેલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application