ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન ના ફેરા 25 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા

  • July 11, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન ના ફેરા 25 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા

ટિકિટો નું બુકિંગ 12 જુલાઈ થી

       મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા પર) ના ફેરા લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન (દર રવિવારે) 14.07.2024 થી 25.08.2024 સુધી ચાલશે. ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ ટ્રેન (દર શનિવારે) 13.07.2024 થી 24.08.2024 સુધી ચાલશે. ટ્રેન નંબર 09436 અને 09435 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 12 જુલાઈ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application