Lok Sabha Elections Exit Poll 2024: મહારાષ્ટ્રમાં ખેલ! ABP C વોટર એક્ઝિટ પોલમાં MVAએ વધાર્યું ટેન્શન, જાણો NDAની હાલત

  • June 01, 2024 09:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. આ દરમિયાન એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલમાં જાણો કઇ પાર્ટીએ લીડ લીધી છે અને કઇને ઝટકો લાગ્યો છે.


મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પાંચ તબક્કામાં સમાપ્ત થઈ ગઈ છે. ચૂંટણીના પરિણામો આજથી બરાબર ત્રણ દિવસ પછી 4 જૂને જાહેર થશે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં કોનો જાદુ ચાલશે તે અંગે એબીપી સી-વોટર એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. એક્ઝિટ પોલ અનુસાર મહાવિકાસ અઘાડી (INDIA ગઠબંધન)ને 23થી 25 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે મહાયુતિ ગઠબંધન (NDA)ને 22 થી 26 બેઠકો મળવાની આશા છે.


વોટ શેરની વાત કરીએ તો 'INDIA' ગઠબંધનને 44 ટકા વોટ શેર, NDAને 45 ટકા વોટ શેર મળતા જોવા મળે છે અને જો અન્યની વાત કરીએ તો 11 ટકા વોટ શેર અન્યના ખાતામાં જતા જોવા મળે છે.


મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે 5 બેઠકો પર, બીજા તબક્કામાં 26મી એપ્રિલે 8 બેઠકો પર, ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ 11 બેઠકો પર, ચોથા તબક્કામાં 13 મેના રોજ વધુ 11 બેઠકો પર અને છેલ્લા તબક્કામાં એટલે કે પાંચમા તબક્કામાં 20 મેના રોજ 13 બેઠકો પર મતદાન થયું હતું.


મહારાષ્ટ્રની એ સીટ કે જેના પર સૌની નજર રહેશે?

નાગપુર, ચંદ્રપુર, અકોલા, અમરાવતી, નાંદેડ, બારામતી, ઉસ્માનાબાદ, સાતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, અહમદનગર, બીડ, નાસિક, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય અને મુંબઈ દક્ષિણ VIP સીટ છે.


મહારાષ્ટ્રના આ ઉમેદવારો પર સૌની નજર રહેશે

પીયૂષ ગોયલ, અરવિંદ સાવંત, વર્ષા ગાયકવાડ, રાજન બાબુરાવ વિચારે, ડૉ. શ્રીકાંત શિંદે, દાનવે રાવસાહેબ દાદારાવ, પંકજા મુંડે, સુજય વિખે-પાટીલ, નીતિન ગડકરી, સુપ્રિયા સુલે, અનુપ ધોત્રે, ઉદયનરાજે ભોસલે, નવનીત રાણા, સુધીર મુનગંટીવાર અને સુનેત્રા પવાર પર સૌની નજર રહેશે.


મહારાષ્ટ્રની આ બેઠકો પર રસપ્રદ મુકાબલો

મુંબઈ ઉત્તર, મુંબઈ દક્ષિણ-મધ્ય, નાગપુર, નાસિક, બારામતી અને બીડ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application