કિયારા અડવાણી આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી ટૂંક સમયમાં દક્ષિણના સુપરસ્ટાર રામચરણ સાથે ફિલ્મ 'ગેમ ચેન્જર'માં જોવા મળશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિયારાના જન્મદિવસના અવસર પર ગેમ ચેન્જરના નિર્માતાઓએ અભિનેત્રીની ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. નવા પોસ્ટરમાં અભિનેત્રીનો લુક જોઈને ચાહકોની ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
ગેમ ચેન્જર તરફથી કિયારા અડવાણીના લૂકનું નવું પોસ્ટર થયું રિલીઝ
કિયારા અડવાણી અને રામ ચરણની આગામી ફિલ્મ 'ગેમ ચેન્જર' વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેની સાથે જોડાયેલા દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે. કિયારાના જન્મદિવસના અવસર પર નિર્માતાઓએ ચાહકોને ભેટ આપી છે અને ફિલ્મની અભિનેત્રીનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં કિયારા એ જ આઉટફિટમાં જોવા મળે છે જે આ વર્ષની શરૂઆતમાં મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. પોસ્ટરમાં કિયારા ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે.
પોસ્ટર શેર કરતી વખતે પ્રોડક્શન હાઉસે ખુલાસો કર્યો કે ફિલ્મમાં કિયારાના પાત્રનું નામ જબિલમ્મા છે. શ્રી વેકંટેશ્વર ક્રિએશન દ્વારા પોસ્ટર શેર કરાયું હતું જેમાં લખ્યું છે કે, ટીમ ગેમ ચેન્જર તરફથી અમારી જબિલમ્માને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમની વાઇબ્રન્ટ એનર્જી ટૂંક સમયમાં તમારા હૃદયને મંત્રમુગ્ધ કરી દેશે.
'ગેમ ચેન્જર' સ્ટાર કાસ્ટ
'ગેમ ચેન્જર'નું નિર્દેશન એસ શંકર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પોલિટિકલ એક્શન થ્રિલર હોવાનું કહેવાય છે. રામચરણ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળી શકે છે. 'ગેમ ચેન્જર'ની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો કિયારા અને રામચરણ સિવાય, એસજે સૂર્યા, જયરામ, સુનીલ, શ્રીકાંત, સમુતિરકાની અને અન્ય ઘણા કલાકારો ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. ‘ગેમ ચેન્જર’નું નિર્માણ શ્રી વેંકટેશ્વર ક્રિએશનના બેનર હેઠળ દિલ રાજુ દ્વારા કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech