જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમે જામનગર રોડ, માધાપર ગામમાં જૂના કોળીવાસ પાસે માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં ચંદુ વેલજીભાઈ સમેરવા, સંજય બાબુભાઈ જાખેલીયા, રમેશ લાલજીભાઈ જાખેલીયા, રમેશ બચુભાઈ જાખેલીયા , મનસુખ બાલાભાઈ બાબરીયા, કલ્પેશ બટુકભાઈ દારોદ્રા,હીરાભાઈ વશરામભાઈ મૈસૂરિયા અને સંજય ઉર્ફે ગવો કાળુભાઈ જાખેલીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.૨૭૩૦ કબજે કર્યા હતા. ગાંધીગ્રામ પોલીસે અન્ય એક દરોડામાં ન્યૂ મહાવીર નગર -૨, ઓમ રેસીડેન્સી પાછળ ભગવતી સ્ટોર વાળી શેરી મહાદેવ મકાનમાં રહેતા જયસુખ જીવણભાઈ રાઠોડના ઘરમાં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચને ઝડપી લીધા હતાં. જેમાં જયસુખ ઉપરાંત દિલાવરભાઈ ગફુરખાન પઠાણ, જગદીશ છગનભાઈ રાઠોડ, ગોપાલ જેરામભાઈ વાઘેલા રસીદ અને અમિતભાઈ પઠાણન સમાવેશ થાય છે. પોલીસે રોકડ રકમ રૂ.૧૬૩૪૦ સહિત મુદામાલ કબજે કરી આરોપી સામે જુગારધારની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ત્રીજા દરોડામાં જીવંતીકાપાર્ક ભાગ્ય ભૂમિ હાઇટસની બાજુમાં ગાંધીગ્રામમાં મકાનમાં મહિલા સંચાલિત ચાલતા જુગાર પર દરોડા પાડી જુગાર રમતા નવ મહિલાને ઝડપી લીધી હતી. જેમાં કમળાબેન મુળજીભાઈ હુંબલ, પૂજાબેન હર્ષદભાઈ નારીગરા, ફરજાનાબેન લતીફભાઈ ખત્રી, રીટાબેન કમલેશભાઈ પંડ્યા, જયશ્રીબેન રાજુભાઈ ભેમિયાતર,છાયાબેન રાજેશભાઇ જોષી, હર્ષાબેન મહેશભાઈ વૈષ્ણવ, શીતલબેન કાંતિલાલ ડોડિયા અને રેખાબેન રાજેશભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.૧૨૮૧૦ રોકડ કબજે કર્યા હતાં.
જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે શ્રીવિલા રેસીડેન્સીમાં કૈલાશભાઈ કિશોરભાઈના મુંગરાની ઇમિટેશનની દુકાનમાં દરોડો પાડી ૮ શખસોને જુગાર રમતા ઝડપી લઇ રૂ.૭૭૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં કૈશાલ કિશોરભાઇ મુંગરા, પ્રશાંત રામજીભાઇ શંખાવરા, નિલેશ કાનજીભાઇ શંખવરા, રવિ અમરશીભાઇ દુધાત્રા, સાગર ધીરૂભાઇ ભાયાણી, યતીન દિનેશભાઇ કાકડીયા, અંકુર જીવરાજભાઇ હાપલીયા અને ધવલ સુખાલાલ શિંગાળાનો સમાવેશ થાય છે.
આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે કાથરોટા ગામની સીમમા સુખાભાઈ કુકડીયાની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી સુખા કડવાભાઈ કુકડીયા, દેવા ભનુભાઇ બાવળીયા, ભીખુ લાધાભાઈ બાવળીયા, વાલજી ભાણાભાઈ પરાલિયાને પોલીસે રૂ.૧૦૫૯૦ રોકડ રકમ સાથે જપ્ત કરી જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: RCB બન્યું ચેમ્પિયન, ચાહકોનું 18 વર્ષ પછી ટાઇટલ જીતવાનું સપનું સાકાર થયું
June 03, 2025 11:24 PMપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMFD ધારકોને ઝટકો! આ બે મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો ફેરફાર
June 03, 2025 07:25 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech