જામનગર શહેર-જિલ્લામાં જુગાર અંગે દરોડા: એક ડઝન ઝડપાયા

  • May 25, 2021 11:17 AM 

સેતાલુસ, ટાવર, સ્વામિનારાયણનગર અને વેલ નગરમાં પોલીસના દરોડા

મેઘપર પંથકના સેતાલુસ માં દૂધેશ્વર મહાદેવના મંદિર પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને દરોડા દરમિયાન રોકડ રૂપિયા સહિત 25600 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે પંચેશ્વર ટાવર વરલી મટકાનો જુગાર, સ્વામિનારાયણ નગરમાં ઘોડી પાsa અને જુના ટેશન પાસે ચલણી નોટનો નંબર પર એકી બેકી ના જુગાર પર પોલીસે દરોડા પાડીને આરોપીઓને રોકડ અને સાહિત્ય સાથે પકડી લીધા હતા.

સેતાલુસ ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા સેતાલુસ ગામના બાબુ છગન મકવાણા, રાજેશ ભાણજી મકવાણા, ખંભાળિયાના બજાણા રોડ પર રહેતા કારૂ નાથા ભારવડીયા, ખંભાળિયા દ્વારકા નાકે રહેતા અલ્લારખા ઈસ્માઈલ સરવદી, પડાણા ગામ શાળાની બાજુમાં રહે તો નરેન્દ્ર ભીખા કટારીયા અને બેડ ગામ ના જુના રબારી વાસ માં રહેતો હસમુખ ધરમશી કણજારીયા નામના શખ્સોને મેધપર પોલીસે દરોડા દરમિયાન જુગાર રમતા 25600 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

બીજા દરોડામાં જામનગરના પંચેશ્વર ટાવર સામે માલધારી હોટલની બાજુમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા કડીયાવાડ શેરી નંબર 3 ટીંબાફળી માં રહેતા કિશોર ઉર્ફે હેમેન્દ્ર મથુરાદાસ દાવડા નામના શખ્સને વરલી નો જુગાર રમતા રોકડ રૂપિયા ૯૦૦ અને ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો.

જ્યારે સ્વામિનારાયણ નગરમાં જાહેરમાં ઘોડી પાસા ફેકીને જુગાર રમતા નવાગામ ઘેડના વિશાલ કાનજી રાઠોડ, નાગનાથ ગેટ પાસે આવેલ મહેશ્વરી નગરમાં રહેતા વિજય ખેંગાર ચાવડા આ બંનેને રોકડ રૂપિયા 10800 અને પાસા સાથે પકડી લીધા હતા.

વધુ એક દરોડામાં જામનગર ના જુના રેલવે સ્ટેશન પાસે આવેલ વેલ નગરમાં ચલણી નોટના નંબરના આંકડા બોલીને એકી બેકીનો જુગાર રમતા જુના ટેશન પાસે વેલ નગર -1 માં રહેતો જીગ્નેશ ઉર્ફે જીગો નરસિં રાઠોડ, વિજય હેમત સીતાપરા, અને રફીક ઈતવારીખાન પઠાણ નામના શખ્સોને રોકડ રૂપિયા 10, 510 સાથે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS