BREAKING NEWS

ગોંડલ–ગુંદાસરા અને પારેવાળામાં જુગારના દરોડા: ૧૬ મહિલા સહિત ૨૪ શખસો ઝડપાયા

  • July 14, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોંડલમાં ભવનાથપરામાં રેન્જ આઇજીની ટીમે જયારે ગુંદાસરા અને પારેવાળામાં સ્થાનિક પોલીસે દરોડા પાડી જુગાર રમતા ૧૬ મહિલાઓ સહિત ૨૪ શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જુગારના દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિ રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓમાં દા અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવાની અપાયેલ સૂચનાથી રેન્જ પીઆઇ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ બી.સી.મીયાત્રા અને ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. વકારભાઈ અરબ સહિતના સ્ટાફને ગોંડલ બી.ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ ભવનાનગર દત્તાત્રેય મંદિર પાસે રહેતા ભગીરથસિંહ વીરભદ્રસિંહ વાઘેલા પોતાના મકાનમાં બહારથી જુગારીઓ બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડયો હતો.
અહીં તીનપત્તીનો જુગાર રમતી મકાન માલિકના પત્ની હિનાબા ભગીરથસિંહ વાઘેલા, મયુરાબેન દીપક અમૃતિયા (રહે ગોંડલ, ગુંદાળા રોડ વલ્લભવન સોસાયટી), કિરણબેન ચંપક પટેલ (રહે યોગીનગર, ગોંડલ), રેખાબેન રણછોડ સાવલિયા (રહે. ગાયત્રીનગર, ગોંડલ), કિશોરબા દિલાવરસિંહ રાણા (રહે. રઘુવીર સોસાયટી, ગોંડલ), ભાવનાબા ગજેન્દ્રસિંહ ગોહિલ (રહે રામ હોસ્પિટલ પાછળ, ગોંડલ), ભારતીબેન રાજેશ માંડવીયા (રહે. રામદ્રાર પાસે પંચવટીના ખૂણા પાસે, ગોંડલ), જયશ્રીબા પ્રધુમનસિંહ ગોહિલ (રહે, ગોંડલ એસઆરપી કેમ્પસ), ગીતાબેન સંજય અમીપરા (રહે. તક્ષશિલા સોસાયટી ભકિત હોસ્પિટલ પાસે ગોંડલ), દક્ષાબેન જગદીશ ઝાલાવાડીયા (રહે. સ્ટેશન પ્લોટ, ગોંડલ), જયશ્રીબેન હરેશ વાણીયા (રહે. સ્ટેશન પ્લોટ, ગોંડલ), રીટાબા યોગેન્દ્રસિંહ ગોહિલ (રહે. ભવનાથ પ્લોટ, ગોંડલ), નીલાબેન બીપીન (રહે મોટી બજાર, ગોંડલ તેમજ મકાન માલીક ભગીરથસિંહ વીરભદ્રસિંહ વાઘેલાની ધરપકડ કરી રોકડ .૧.૩૬ લાખ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જુગારના બીજા દરોડામાં ભાડલા પોલીસ મથકના એ.એસ.આઇ. અંકિતભાઈ ગામીત અને હેડ કોન્સ્ટેબલ એમ.એન.જાંબુકિયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે પારેવાળા ગામથી દેવપરા ગામ જવાના રસ્તે પાદર નદીના કાંઠે પ્રભાતભાઈ રાઠોડની વાડીની શેઢાની બહાર લાઇટના અજવાળે ચાલતા તીનપત્તીના જુગારમાં દરોડો પાડી જુગાર રમતા વિઠલ વશરામ ઝરમરીયા, જગદીશ જેરામ ઝરમરીયા, જેન્તી સામત ચાવડા, ભરત મોહન હાંડા અને રણછોડ ધી હાંડા (રહે તમામ પારેવાડા જસદણ) ની ધરપકડ કરી રોકડ પિયા ૧૩,૪૨૦ જબત કરી કાર્યવાહી કરી હતી. અન્ય એક દરોડામાં ગોંડલ તાલુકા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ રાણા સહિતના સ્ટાફને ગુંદાસરા ગામે હરસિધ્ધી ગ્રીન સોશાયટીમાં જાહેરમાં અમુક પુષ તથા મહીલા સ્ટ્રીટ વાઇટના અંજવાળે તીનપત્તીનો જુગાર રમે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી જુગાર રમતાં અજય જેન્તી વઢવાણા (રહે. ગુંદાસરા, ગોંડલ), પ્રદિપકુમાર ઉર્ફે પદિયો ભીખા પરમાર (રહે. શાપર), કિંજલબેન સાગર ઠુમ્મર અને ઈન્દુબેન ઈશ્વર દેશાણી, યોતીબેન જશા વૈશ (રહે. ત્રણેય ગુંદાસરા, ગોંડલ) ને પકડી પાડી રોકડ સહિત .૪૪૭૯૦ ની મતા કબજે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application